________________
-
-
--
-
-
-
અષ્ટ-પ્રવચન-માતા, -
- - - પાંચ મહાવ્રતો ચારિત્ર છે, પણ એ ચારિત્ર નામના બાળકને જન્મ આપનારી માતા કોણ ? એ બાળકના જીવનમાં લાગતા દોષોને દૂર કરનારી માતા કોણ ? એ બાળકનું પાલન-પોષણ કરીને એને મોટો બનાવવાનું કામ કરનારી માતા કોણ ? એ છે અષ્ટ પ્રવચનમાતા !
રાજકુમાર માટે, શ્રેષ્ઠીપુત્રો માટે પાંચ પાંચ ધાવમાતાઓ હોય છે, અહીં ચારિત્રબાગની રક્ષાદિ માટે કુલ આઠ માતાઓ ગોઠવવામાં આવી છે.
શ્રી યોગશાસ્ત્રમાં કહ્યું છે કે તાદ્યારિત્ર/ત્રચ બનનાલ્પરિપત્રનાન્સિંશોધનાત્ર સાધૂનાં માતરો પ્રર્તિતાઃ | આ આઠ આચારો ચારિત્રશરીરને જન્મ આપે છે, પાળે છે અને એને વિશુદ્ધ બનાવે છે, માટે એ આઠ માતા કહેવાય છે.
શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે કે કુવાનાં નિણાયું માર્યા નત્ય ૩ પાવય | પરમાત્માએ ભાખેલા બારેબાર અંગો આ આઠ માતામાં સમાઇ જાય છે.
સંયમી પાસે ઓછામાં ઓછું આ આઠ માતાનું જ્ઞાન તો હોવું જ જોઇએ, તો જ એ પોતાનું સાચું ચારિત્ર ટકાવી શકે.
એમાં બે ભેદ છે. (૧) પાંચ સમિતિ (૨) ત્રણ ગુપ્તિ. ઉત્સર્ગમાર્ગ એ છે કે ત્રણગુપ્તિઓ જ આદરવી.
પણ કારણસર એનું પાલન શક્ય ન બને, વધુ નફો મેળવવા માટે અપવાદ સેવવો જરૂરી બને, તો એ વખતે અપવાદરૂપે પાંચ સમિતિનું પાલન કરવું.
આનું સ્વરૂપ ટુંકમાં નીચે પ્રમાણે છે, જે યોગશાસ્ત્રગ્રન્થના આધારે લીધેલું છે. (૧) ઇર્યાસમિતિ નોવાતિવાહિતે મા, સ્વિતે ભાવવંશમઃ
जन्तुरक्षार्थमालोक्य गतिरीर्या मता सताम् ।। જે લોકો જે રસ્તાનો ઘણો ઉપયોગ કરતા હોય, એટલે કે અજાણ્યો, વપરાશ વિનાનો રસ્તો ન હોવો જોઇએ.. અજબ જીવનની ગજબ કહાની ૩૫–