SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ - જે રસ્તા ઉપર અત્યારે સૂર્યના કિરણો સ્પર્શ કરતા હોય, એટલે કે સૂર્યના પ્રકાશથી ચોક્ખો દેખાતો રસ્તો જોઇએ. • આવા રસ્તા પર જીવોની રક્ષાને માટે • બરાબર નીચે જોઇને ચાલવું.એ ઇર્યાસમિતિ ! (૨) ભાષાસમિતિ ઃ મવદ્યત્યતઃ સર્વનની નિમાષણમ્ I પ્રિયા વાવંયમાન સા ભાષાસમિતિધ્યતે II - પાપના ત્યાગ પૂર્વકની એટલે કે હિંસાદિ કોઇપણ દોષોને ઉત્પન્ન ન કરનારી. • બધાને હિતકારી એટલે કે કોઇને નુકસાન ન પહોંચાડનારી. • અલ્પશબ્દોવાળી એટલે કે જરુર હોય એટલા જ શબ્દોવાળી ભાષા એ ભાષાસમિતિ ! આવી ભાષા સંયમીઓને પ્રિય હોય. બીજી રીતે કહીએ તો પ્રિય + પથ્ય + તથ્ય એવું વચન બોલવું એ ભાષાસમિતિ કહેવાય. જે ભાષા શ્રોતાને ગમે તે પ્રિય ! જે ભાષા શ્રોતાને પરમાર્થથી હિતકારી હોય તે પથ્ય ! જે ભાષા સાચી હોય તે તથ્ય ! માત્ર સાચી ભાષા એ ભાષાસમિતિ ન બને. અપ્રિયભાષા, અપથ્ય ભાષા તથ્ય હોય તો પણ એ ભાષાસમિતિ ન કહેવાય. હજી અપવાદે ક્યારેક અપ્રિયભાષા ચાલે, પણ અપથ્ય = આત્માને એકંદરે નુકસાન કરનારી ભાષા ન ચાલે. (૩) એષણા સમિતિઃ કિવત્વારિશતા મિલાવોર્નિત્યમહૂષિતા | મુનિર્યક્રમ જોષUસમિતિર્મત || • આધાકર્માદિ ઉદ્ગમદોષો - ૧૬ - ધાત્રીપિંડાદિ ઉત્પાદનદોષો - ૧૬ એષણા દોષો - ૧૦ કાયમ માટે આ ૪૨ દોષ વિનાની ગોચરી સાધુ વહોરે, એકપણ દોષવાળી ગોચરી-પાણીને ગ્રહણ કરે નહીં. આ એષણાસમિતિ કહેવાય. ૩૬ ] જૈન સાધુ જીવન.
SR No.023301
Book TitleAjab Jivanni Gajab Kahani
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy