SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ વાપરે.(૪) વાપર્યા વિના પૂંજવા-પ્રમાર્જવાની ક્રિયા બરાબર ન થઇ શકતી હોય, તો એ સંયમના પાલન માટે વાપરે...(૫) જીવન ટકાવવા માટે... (૬) વાપર્યા વિના અશક્તિ વગેરેને કારણે ધર્મધ્યાનાદિ ન કરી શકતા હોય, તો એ ક૨વા માટે વાપરે... આ છ કારણસર ગોચરી વાપરવી. પ્રશ્ન : ૪૨ દોષો વધુ ભયંકર કે પાંચ દોષો ? ઉત્તર ઃ બધા પોતપોતાના સ્થાને ભયંકર જ છે. છતાં વાપરતી વખતના રાગ-દ્વેષ સૌથ વધુ ભયંકર...એમ ચોક્કસ કહી શકાય. જો રાગ-દ્વેષ નહિ હોય, તો બાકીના દોષોનું નિવારણ કરવું સહેલું પડશે. રાગ-દ્વેષ જ વ્યક્તિને તે દોષો આચરવા પ્રેરે છે. પ્રશ્ન : ૪૨ દોષો ન લાગે, એવી રીતે ગોચરી વહોરીએ...એમ માંડલીના પાંચ દોષો પણ ન સેવીએ, તો તો કોઇ વાંધો નથી ને ? ઉત્તર : શ્રી ઓઘનિર્યુક્તિમાં કહ્યું છે કે 'छक्कायदयावंतो वि, दुल्लहं कुणइ बोहिं । આજ્ઞારે નિહારે ટુનું િપિંડાFળે ય ।' જો બીજાને અરૂચિ-અસદ્ભાવ થાય. એ રીતે ગોચરી વાપરવામાં આવે કે વહોરવામાં આવે કે લઘુ-વડીનીતિ જવામાં આવે, તો સંયમી દુર્લભબોધિ થાય. ભલે પછી એ ષટ્કાયની રક્ષા કરતો હોય. આ ગંભીર પદાર્થ છે. સંયમી એક જ જગ્યાએથી નિર્દોષ વસ્તુ પણ વધારે પ્રમાણમાં વહોરે, અને જો વહોરાવનારનો ભાવ તૂટે, અસદ્ભાવ થાય... તો એ બિલકુલ ઉચિત નથી. અજૈનોના મોટા અન્નક્ષેત્રાદિમાં સંયમી ગોચરી જાય. એ વખતે જો અજૈનોના મનમાં એવી છાપ પડતી હોય કે ‘જૈન સાધુઓ બિચારા ખાવાનું લેવા નીકળ્યા છે.’ તો એ ઉચિત નથી. જૈન સાધુઓ દીન ન લાગવા જોઇએ. આવી બીજી બાબતો પણ સ્વયં વિચારી લેવી. પ્રશ્ન ઃ માંદગી વગેરે પ્રસંગોમાં દોષિત લઇ શકાય ? ઉત્તર : ગીતાર્થ મહાત્માના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ લઇ શકાય, સ્વમતિથી નહિ. ८० જૈન સાધુ જીવન...
SR No.023301
Book TitleAjab Jivanni Gajab Kahani
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy