SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ 72 નિર્દોષ ઉપાશ્રય-નિર્દોષવસ્ત્રો નિર્દોષ પાત્રાઓ J ગોચરી-પાણીની માફક સંયમીઓએ પોતાનું રહેવાનું સ્થાન, ૫હે૨વાના વસ્ત્રો, ગોચરી-પાણી માટેનું વાસણ...આ બધું પણ નિર્દોષ જ વાપરવાનું છે. આ વસ્તુઓમાં ઉ૫૨ના ૪૨ દોષો બધા જ તો ન લાગે, પણ સંભવ પ્રમાણે વિચારણા કરી લેવાની. હા ! શાસ્ત્રોમાં એ દરેક માટે સ્વતંત્ર રીતે અનેક પ્રકારના દોષો બતાવેલા છે, એ તમામ દોષો જાણી લઇ, ત્યાગ કરીને નિર્દોષ ઉપાશ્રયાદિ વાપરવા. પ્રશ્ન : એ દોષોનું સ્વરૂપ દર્શાવશો ? ઉત્તર ઃ એમાં ઘણો વિસ્તાર થાય. એટલે અહીં માત્ર ઉલ્લેખ જ કર્યો છે, છતાં અમુક બાબતો વિચારી લઇએ. સંયમીઓ માટે બનેલો ઉપાશ્રય દોષિત ગણાય, પણ વર્તમાનમાં ગૃહસ્થાદિના ઘરો વગેરેમાં ઉતરવું એ ઘણા દોષોનું કારણ છે, માટે સંઘઉપાશ્રયમાં ઉતરવામાં આવે છે. હા ! એમાં વ્યાખ્યાન હોલની જગ્યા + હોલ શ્રાવક-શ્રાવિકાઓની પ્રતિક્રમણાદિની આરાધનાના લક્ષ્યથી મોટો બનાવવામાં આવે છે. એટલે એટલો ભાગ અપેક્ષાએ નિર્દોષ ગણાય...સ્વાધ્યાયરૂમ વગેરે તો સંયમીઓના ઉદ્દેશથી જ કરવામાં આવતા હોવાથી એમાં વધુ દોષ ! સાધુઓના ઉપાશ્રયમાં બહેનોનો-સાધ્વીજીઓનો એકપણ ફોટો ન હોવો જોઇએ. ખરેખર તો બીજા પણ કોઇપણ ફોટા ન હોવા જોઇએ. ઉપાશ્રયમાં ખાદ્યવસ્તુઓ, ગૃહસ્થોના વસ્ત્રો...વગેરે ન હોવું જોઇએ. ઉપાશ્રયમાં દિવસે કે રાત્રે સ્ત્રી-પુરૂષનો કોઇનો પણ વસવાટ ન જોઇએ. સાધુના ઉપાશ્રયમાં કચરા-પોતા થતા જ હોય, તો પણ એ ક૨ના૨ ભાઇ જોઇએ, બહેન નહિ. ઉપાશ્રયમાંથી આજુબાજુના ઘરોમાં ટી.વી., બેડરૂમ વગેરે દેખાવું ન અજબ જીવનની ગજબ કહાની ૮૧
SR No.023301
Book TitleAjab Jivanni Gajab Kahani
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy