________________
જોઇએ...ઉપાશ્રય એવી અલગ જગ્યાએ હોવો જોઇએ.
ઉપાશ્રયમાં સૂર્યાસ્ત બાદ કોઇપણ કારણોસર બહેનોનો પ્રવેશ ન હોવો જોઇએ.
ઉપાશ્રયના કમ્પાઉન્ડની અંદર જ માત્ર પરઠવવા માટેની ઉચિત જગ્યા હોવી જોઇએ. એ પણ જમીન સાથે જોડાયેલી...(અગાસી વગેરેમાં કરેલી એ વ્યવસ્થા લાંબો સમય ટકતી નથી..)
આવી આવી અનેક બાબતો ઉપાશ્રયમાં સચવાવી જોઇએ. ટુંકમાં જીવહિંસાદિ કોઇપણ દોષો સીધી કે આડકતરી રીતે સંયમી નિમિત્તે ઉત્પન્ન ન થવા જોઇએ, એમ બ્રહ્મચર્યની પણ સુરક્ષા થવી જોઇએ. વસ્ત્ર અંગે વિચારીએ તો
સાધુએ ગૃહસ્થોના ઘરોમાંથી મુહપત્તી વગેરે જેટલા વસ્ત્રો નિર્દોષ મળી શકતા હોય, એટલા મેળવવા. ઘણીવાર સંથારો-ઉત્તપદો, ખેસ-ધોતીયું વગેરે ઘણું ઘણું નિર્દોષ મળી રહે છે. ખેસ-ધોતીયાનો ઉપયોગ સાધુઓ અનેક રીતે કરી શકે છે.
જે વસ્ત્રો દોષિત-તૈયાર ખરીદેલા જ લેવાના હોય...એમાં પણ શક્ય એટલા દોષ ઘટાડે. એટલે કે બહુ દૂરથી લાવેલી વસ્તુ ન લે, શક્ય એટલી નજીકથી લાવેલી વસ્તુ લે.
વસ્ત્રોનો બરાબર કસ કાઢે. ‘થોડાક જીર્ણ થાય, એટલે પરઠવી દઇ બીજા લે' એ સારું નહિ. એના તાણા-વાણાનો છેક છેલ્લે સુધી ઉપયોગ થવો જોઇએ. જરાક ફાટે, તો સાંધી દે...ટકાવે, પણ તરત જ કાઢી ન નાંખે. ભક્તિવાળા ગૃહસ્થો બસો-પાંચસો કિ.મી. પણ વસ્ત્રાદિ વહોરાવવા આવે છે, પણ સંયમીએ એવા મોટા દોષોવાળી વસ્તુ ઉત્સર્ગમાર્ગે લેવી ન જોઇએ. પાત્રા અંગે—
પાત્રા મોટા ભાગે દોષિત મળે છે, એટલે ખૂબ જ સાચવીને વાપરે. ફૂટી ન જાય, એની પૂરી કાળજી કરે. તિરાડ વગેરે પડે, તો સાંધીને પણ વાપરે પણ જલ્દી નવા ન લે.
પાત્રાના અપલક્ષણને કારણે રત્નત્રયીની હાનિ થઇ રહી હોવાનો અનુભવ થાય, તો પાત્રા બદલવા, એ વિના નહિ, કેમકે પાત્રામાં લાગેલ આધાકર્માદિ દોષો વધુ મોટા છે. એટલે અપલક્ષણ હોવામાત્રથી પાત્રા બદલવા જૈન સાધુ જીવન...
૮૨