________________
ઉપાધ્યાય નું કામ છે સંયમીઓને સૂત્રો આપવાનું ! જે સંયમી જે સૂત્ર માટે પાત્ર હોય તે સંયમીને એ સૂત્રનું દાન કરવાનું..
પ્રવર્તકનું કામ છે સંયમીઓને તે તે યોગોમાં જોડવાનું ! દરેક સંયમીની રુચિ-શક્તિ-પાત્રતા અલગ અલગ પ્રકારની હોય. કોઇક સૂત્રાભ્યાસ માટે, કોઇક અર્થાભ્યાસ માટે, કોઇક વૈયાવચ્ચ માટે, કોઇક શાસન પ્રભાવના માટે યોગ્ય હોય. પ્રવર્તક આ બધું શોધી કાઢે, અને પછી એ જ પ્રમાણે તે તે સંયમીને શોધી તે તે યોગોમાં વિશેષથી જોડે. અલબત્ત બીજા બધા યોગો છોડાવી નથી દેવાના, પરંતુ અમુક યોગો પ્રધાન..અન્ય યોગો ઔચિત્ય પ્રમાણે... એમ વિભાગ કરવામાં આવે.
સ્થવિરનું કામ સંયમીઓને યોગોમાં સ્થિર કરવાનું ! પ્રવર્તકે દરેક સંયમીને તે તે યોગોમાં જોડી તો દીધા, પરંતુ સંયમીઓ આળસ-પ્રમાદાદિ દોષોના કારણે એ યોગોમાં બરાબર રસ ન લે, તો એ રસ લેવડાવવાનું કામ સ્થવિર કરે, એ તે-તે સંયમીઓને અંગત રૂપે, લાગણીથી સમજાવે, નફોનુકસાન દર્શાવે એ રીતે એને સંયમયોગોમાં સ્થિર કરે.
ગણાવચ્છેદકનું કામ છે આખા ગચ્છની અન્ય તમામ વ્યવસ્થાઓ સંભાળવાનું !
મહીને મહીને માસકલ્પ માટેનો ઉપાશ્રય શોધવો... ગચ્છને મુશ્કેલી ન પડે, એ રીતે વિહાર ગોઠવવો... ગચ્છને ઉપધિ-પાત્રા વગેરે તમામ વસ્તુઓની ખોટ ન પડવા દેવી.. ગોચરી-પાણી વગેરેમાં કોઇપણ સંયમી ન સીદાય એની કાળજી રાખવી.
આવી આવી તમામ જવાબદારીઓનો ભાર ગણાવચ્છેદક ઉપાડે. એમાં લેશ પણ ખામી ન આવે એનો પૂરો પ્રયત્ન કરે. એ માટે ગચ્છના જ સાધુઓની સહાય લે.
શાસ્ત્રોમાં ફરમાવ્યું છે કે
જેમ દઢશાસનવાળા રાષ્ટ્રમાં જ રહેવાય, જેથી જીવનની-સંપત્તિની સુરક્ષા થાય, એમ જ્યાં આચાર્યાદિપંચકની એકદમ જોરદાર વ્યવસ્થા હોય, એ ગચ્છમાં સંયમીએ રહેવું. ત્યાં એના સંયમજીવનની સુરક્ષા છે.
હા ! ક્યારેક એવું બને કે એક જ મંત્રીને બે ખાતા સોંપવામાં આવે. પણ કોઇપણ ખાતું સાવ વ્યવસ્થા વિનાનું તો ન જ રખાય. એમ ગચ્છમાં પણ એવું બને કે એક આચાર્ય જ અર્થ + સૂત્ર એમ બે ખાતા સંભાળે..અથવા તો
અજબ જીવનની ગજબ કહાનીન
પ૯