________________
સ્થવિર કલ્પ
Boxes
નાનો બાળક સૌ પ્રથમ બાલમંદિરમાં દાખલ થાય, પછી એક-બેત્રણ..એમ બાર ધોરણ પૂરા કરે, એ પછી કોલેજના ત્રણ વર્ષ પૂરા કરે, એ પછી સાયન્સ-કોમર્સ-આર્ટ્સ વગેરે લાઇન પ્રમાણે ડૉક્ટર-એન્જીનિયર...વગેરે વગેરે બને, એ પછી એ પોતાનો સ્વતંત્ર ધંધો શરુ કરે....
કોઇ પણ સંસારી આત્મા જ્યારે દીક્ષા લેવા તૈયાર થાય, મુમુક્ષુ બને...ત્યારે એ નાનો બાળક કહેવાય. સ્થવિકલ્પ એ બાલમંદિર વગેરે સ્વરૂપ છે. મુમુક્ષુ સૌ પ્રથમ સ્થવિર કલ્પમાં જ દાખલ થાય, ધીમે ધીમે વિકાસ સાધતો જાય, છેવટે છેલ્લે સ્વતંત્ર ધંધાની માફક જિનકલ્પ વગેરે ઉત્કૃષ્ટ આરાધનાને સ્વીકારે...એ વખતે એ સ્થવિર કલ્પનો ત્યાગ કરે.
સ્થવિર કલ્પમાં નીચેની બાબતો હોય...
એમાં આચાર્ય-ઉપાધ્યાય-પ્રવર્તક સ્થવિર-ગણાવચ્છેક એમ પાંચ મુખ્ય પદવીધરો હોય, એ ગીતાર્થ જ હોય, અને તેઓ આખા ગચ્છનું સંચાલન કરતા હોય.
એમાં બાલ-વૃદ્ધ-ગ્લાન-તપસ્વી-અસહિષ્ણુ-નુતન દીક્ષિત-અશક્ત... વગેરે અનેક પ્રકારના સંયમીઓ હોય, તેઓ ગીતાર્થ કે અગીતાર્થ બંને પ્રકારના હોય. અપિરપક્વ કે પરિપક્વ બંને પ્રકારના હોય...આ બધાયને સગા દીકરાની જેમ ખૂબ જ વાત્સલ્યથી સાચવવાના, એમને ધીમે ધીમે તૈયા૨ ક૨વાના...
એમાં કોઇપણ આચારમાં તે તે કારણસર તે તે પ્રકારની છૂટ લઇ શકાય છે, અર્થાત્ આમાં અપવાદમાર્ગનું સેવન હોય છે અને તે તેવા પ્રકારના સંયમીઓ માટે ઉપયોગી જ છે.
પ્રશ્ન : આચાર્ય વગેરે પાંચ પદવીધરો શું શું કામ કરે ?
ઉત્તર ઃ જેમ નવી સરકાર રચાય, ત્યારે એમાં એક વડાપ્રધાન બને, અને એ પછી મંત્રીમંડળ બનાવીને દરેકને તે તે ખાતાઓ સોંપવામાં આવે. એ જ રીતે અહીં પણ સમજવું.
આચાર્ય વડાપ્રધાનતુલ્ય છે. એમનું કામ છે સંયમીઓને અર્થ આપવાનું. શાસ્ત્રોના ગંભીર પદાર્થો ૫૨ ચિંતન કરીને એના રહસ્યોનું દાન કરવાનું !
જૈન સાધુ જીવન...
૫૮