________________
જાત-સમાપ્ત કલ્પ
દર્દી પોતાની દવા જાતે ક૨વા માંડે, તો શું હાલત થાય ? હા ! દર્દી સ્વયં ડૉક્ટર હોય તો તો વાંધો નહિ. એ પોતાની દવા પોતાની મેળે કરી શકે. એમાં વળી જો મોટો રોગ હોય, તો બીજા ડૉક્ટરની સલાહ લે ખરો.
નાનો બાળક માતા-પિતાના શરણે જ રહે, એમનાથી અલગ ન થાય, એમાં જ એનું હિત છે. બાળક જો વિખુટો પડ્યો તો પછી એની શું હાલત થાય, એ કશું કહી ન શકાય. હા ! યુવાન બન્યા પછી એને માતા-પિતાની સહાયની જરૂર ન પડે, છતાં ય હવે એ માતા-પિતાની ભક્તિ ખાતર એમની કાળજી કરે, સાથે રહે.
સંયમી આચારસંપન્ન તો હોય જ, પણ જિનાગમોનો બોધ મેળવવામાં વાર પણ લાગે, જેવો ક્ષયોપશમ એવો બોધ વહેલો-મોડો ! એટલે શાસ્ત્રોના જ્ઞાતા બનતા=ગીતાર્થ બનતા એને વાર પણ લાગે, કદાચ પાંચ-દસ-વીસ વર્ષ પણ નીકળી જાય, ક્ષયોપશમાદિ નબળા હોય, તો આખી જીંદગી ગીતાર્થ ન બને, એવું ય બને.
અગીતાર્થ સંયમી એક એવો દર્દી છે કે જે સ્વયં ડૉક્ટર નથી. આવો સંયમી ગીતાર્થ ગુરુની સાથે જ, એમની આજ્ઞા પ્રમાણે જ જીવે એ જ એના માટે હિતકારી છે...એ જો સ્વતંત્ર-સ્વચ્છંદ બને તો એનું સત્યાનાશ નીકળી જાય. આમ પણ જીવનો સ્વભાવ સ્વતંત્રતા ભોગવવાનો જ છે, એટલે એને એ ખોટા સ્વભાવથી અટકાવવા માટે આ એક આચાર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેનું નામ છે જાત-સમાપ્ત કલ્પ.
(૧) જાત + સમાપ્ત = ગીતાર્થ, ગીતાર્થની નિશ્રાવાળો + ૫/૭ ની સંખ્યાવાળો. (૨) જાત + અસમાપ્ત = ગીતાર્થની. નિશ્રાવાળો + ૫/૭ની સંખ્યાથી ઓછી સંખ્યાવાળો.
(૩) અજાત + સમાપ્ત = ગીતાર્થની નિશ્રાવગરનો + ૫/૭ની સંખ્યાવાળો. (૪) અજાત + અસમાપ્ત = ગીતાર્થની નિશ્રાવગરનો + ૫/૭ની સંખ્યાથી ઓછી સંખ્યાવાળો.
આમાં પહેલો ભેદ જ ઉત્સર્ગમાર્ગે શાસ્ત્રમાન્ય છે. બાકીના ભેદ નહિ. છેલ્લા ત્રણ ભેદવાળા સંયમીઓને પ્રભુએ ગોચરી-પાણી-વસ્ત્ર-પાત્ર-વસતિ· જૈન સાધુ જીવન...
૭૦