________________
M.
Y
Y
).
પંચાચાર
વ
આચાર્ય માટે પ્રસિદ્ધ વાક્ય છે “પાળે, પળાવે પંચાચાર' આચાર્ય પાંચ આચાર પાળે પણ ખરા, અને પળાવે પણ ખરા..બાકીના સંયમીઓએ પંચાચાર પાળવાના તો ખરા જ, પળાવવાની જવાબદારી એમની નથી, પણ યોગ્યકાળે, યોગ્ય જીવને પ્રેરણા તો ચોક્કસ કરી શકે.
એ પાંચ આચારનું સ્વરૂપ આ પ્રમાણે છે.
જ્ઞાનાચાર ઃ જ્ઞાનપ્રાપ્તિ માટેનો જે આચાર તે જ્ઞાનાચાર. એના આઠ ભેદ છે. (૧) કાળ યોગ્ય કાળમાં યોગ્ય જ્ઞાન ભણવું તે...
દા.ત. દિવસના પહેલા પ્રહરમાં સૂત્ર, બીજામાં અર્થઇત્યાદિ.
અથવા સૂર્યોદયની પહેલા ૪૮ મિનિટ, સૂર્યાસ્તની પછી ૪૮ મિનિટ અને પુરિમુઢની આગળ-પાછળ ૨૪-૨૪ મિનિટ...પૂર્વધરરચિત ગ્રન્થોનો અભ્યાસ ન કરવો....
એમ કાલિક શ્રત માટે શાસ્ત્ર દર્શાવેલા કાળમાં જ અભ્યાસ કરવો.... | (૨) વિનય જ્ઞાનદાતા ગુરૂનો વિનય કરવો. દા.ત. એમને વંદન કરવું, એ આવે ત્યારે ઊભા થવું, એમના માટે યોગ્ય આસન પાથરવું, એમની ગોચરી-પાણી વગેરે વડે ભક્તિ કરવી...
(૩) બહુમાન : જ્ઞાનદાતા ગુરુ પ્રત્યે અંતરનો સદ્ભાવ, લાગણી, કૃતજ્ઞતાની બુદ્ધિ...
(૪) ઉપધાનઃ જે જે શાસ્ત્રના અભ્યાસ માટે જે જે જોગ કરવાના કહ્યા હોય, તે તે કરવા તે કરીને તે ગ્રન્થો ભણવા. જોગ એટલે અમુક પ્રકારની તપ વગેરે રૂપ વિશિષ્ટ ક્રિયા ! ઉપધાન એ શ્રુતજ્ઞાનનો એક વિશેષ પ્રકારનો વિનય જ છે.
(૫) અનિનવ ઃ જ્ઞાનદાતા ગુરુનું નામ છુપાવવું નહિ, વારંવાર એમનું નામ યોગ્ય અવસરે જાહેર કરી ઉપકાર માનવો.
(૬) વ્યંજન તે તે સૂત્રોના અક્ષરો એકદમ સ્પષ્ટ બોલવા, ગોખવા. (૭) અર્થ? તેનો અર્થ બરાબર સમજવો.
( ૮૪છે
—જેન સાધુ જીવન...