SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ શક્ય હોય તો દૂરથી પણ ભાઇને જ બોલાવીને એની પાસે જ બધું કરાવવું. દ્રવ્યથી મૈથુન નથી + ભાવથી છે. રૂપવતી સ્ત્રીને જોઇને પુષ્કળ વિકારો જાગે, પણ કોઇપણ પાપ ન સેવે, સેવી ન શકે..બહારથી કશી જ ખરાબ પ્રવૃત્તિ ન કરેતો એમાં આ ભેદ લાગે. દ્રવ્યથી મૈથુન છે + ભાવથી છે. સંસારીઓ મૈથુનના પાપો સેવે છે, એમાં આ ભેદ લાગે. દ્રવ્યથી મૈથન નથી + ભાવથી નથી. નિર્મળ બ્રહ્મચર્યના માલિકમાં આ ભેદ ઘટે. (૫) સર્વથા પરિગ્રહવિરમણ મહાવત : વસ્તુઓ ભેગી કરવી, વધારે રાખવી..આ છે પરિગ્રહ ! મનથી, વચનથી અને કાયાથી આ પરિગ્રહ કરવો નહિ, કરાવવો નહિ અને એની અનુમોદના કરવી નહિ, અનુમતિ આપવી નહિ. આમાં ચાર ભેદ નીચે પ્રમાણે છે. દ્રવ્યથી પરિગ્રહ છે + ભાવથી નથી. સુસાધુઓ રત્નત્રયીની આરાધના માટે અનેક પ્રકારના જરૂરીઆવશ્યક ઉપયોગી ઉપકરણો રાખે, તો એમાં આ ભેદ લાગે. દ્રવ્યથી નથી + ભાવથી છે. ગરીબોને, ભિખારીઓને જે જે વસ્તુની તીવ્ર લાલસા હોય, પણ એ મળતી ન હોય, તો તે તે વસ્તુ માટે આ ભેદ લાગે. સંયમીને પણ બિનજરૂરી તે તે વસ્તુની લાલસા ઉત્પન્ન થાય, રાખવાની-મેળવવાની-વાપરવાની ઇચ્છા પ્રગટે, પણ ગુર્નાદિની કડકાઇના કારણે કે ભકતોની અનુકુળતા ન મળવાથી વસ્તુ મેળવી ન શકે, તો એમને પણ આ ભેદ લાગે. દ્રવ્યથી છે + ભાવથી છે. શ્રીમંતોને, બિનજરૂરી વસ્તુઓ ભેગી કરનારા સંયમીને આ ભેદ લાગે. દ્રવ્યથી નથી + ભાવથી નથી. આ ભેદ સંપૂર્ણપણે તો સિદ્ધોમાં ઘટે, તીર્થંકરાદિને ગમે તેમ તો ય શરીર નામના દ્રવ્યનો પરિગ્રહ તો છે જ. હા ! એમ કહી શકાય કે સંયમીઓ પાસે જરૂરી વસ્તુઓ સિવાયની બાકી તમામ વસ્તુઓ નથી, એનો રાગ જ ( ૩૦ છે - જેન સાધુ જીવન..
SR No.023301
Book TitleAjab Jivanni Gajab Kahani
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy