SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ COYOY જિનકલ્પ-પરિહારવિશુદ્ધિક યથાલંદિક-પ્રતિમાકલ્પ વિરકલ્પમાં વર્ષો સુધી આરાધના કર્યા બાદ કેટલાક સાધુઓ હજી વધુ વિશિષ્ટ કોટિની આરાધના કરવા માટે સ્થવિરકલ્પનો ત્યાગ કરીને જે વિશિષ્ટ આરાધનાનો સ્વીકાર કરે છે. એ સામાન્યથી ચાર પ્રકારે છે. (૧) જિનકલ્પ (૨) પરિહારવિશુદ્ધિક કલ્પ (૩) યથાલદિકકલ્પ (૪) પ્રતિમાકલ્પ. આ ચારેયમાં અમુક અમુક ચોક્કસ પ્રકારની આચાર વ્યવસ્થા હોય છે, એ અપેક્ષાએ આ ચારેય કલ્પ અલગ અલગ છે. બાકી આ ચારેયમાં ઘણી બધી સમાનતા રહેલી છે. આપણે આ પ્રકરણમાં મુખ્ય ત્રણ બાબતો જોશું. (૧) આ ચારેયનું પોતપોતાનું વિશેષ સ્વરૂપ. (૨) આ ચારેયમાં જે સમાનતા છે, તે. (૩) આ ચાર અને વિકલ્પ વચ્ચે મુખ્ય તફાવત શું છે ? જિનકલ્યાદિ ચારનું વિશેષ સ્વરૂપ (૧) જિનકલ્પઃ જિનના જેવો = પ્રભુના જેવો આચાર તે જિનકલ્પ ! આને ધારણ કરે, તે જિનકલ્પી ! જિનકલ્પી એકલા જ હોય. પ્રથમ સંઘયણવાળા, અત્યંત અશક્ત દેહવાળા, ૯ મા પૂર્વની ત્રીજી વસ્તુથી અધિક અને ૧૦ મા પૂર્વથી કંઇક ન્યૂન શ્રુતજ્ઞાનવાળા, પોતાના તમામ જીવનકાર્યો પૂર્ણ કરીને આ જિનકલ્પ સ્વીકારે. જિનકલ્પ સ્વીકારતા પૂર્વે તપ, સત્ત્વ, સૂત્ર, એકત્વ અને બલની તુલના કરે. તપમાં છ મહિના નિર્દોષ ગોચરી ન મળે તો પણ ભૂખથી પીડિત થઇ દોષ ન સેવે તેવી રીતે પોતાના આત્માને તૈયાર કરે. સત્ત્વઃ નિદ્રા-ભય પર વિજય મેળે. સૂત્રઃ સૂત્ર સ્વાધ્યાયથી સમય (કાળને) જાણી શકે તેવી રીતે સૂત્ર - જૈન સાધુ જીવન...
SR No.023301
Book TitleAjab Jivanni Gajab Kahani
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy