________________
સાંકળ તૂટે. આમ આ બંધસંકલના ત્રોડવાની લગામ આત્માના હાથમાં છે, એ વિભાવરૂ૫ ભાવકર્મ પરિણામે નહિં પરિણમવાની બ્રેઈક (Brake ) દબાવવારૂપ પુરુષાર્થની રહસ્ય ચાવી (Master-key) પુરુષના ( આમાના ) પિતાના ગજવામાં જ છે. તાત્પર્ય કે જી પરભાવ નિમિત્તે રાગ-દ્વેષ-મોહ ન કરે, વિભાવભાવે ન પરિણમે તો મોક્ષ હથેળીમાં જ છે. આમ કર્મનિબદ્ધ આત્માના (પુરુષના) પુરુષાર્થનો માર્ગ સદાય સાવ ખલેલ પડયે છે. ભાવસ્થિતિ આદિ ખોટા ન્હાના છોડી દઈ જીવ સત્ય પુરુષાર્થ કરે એટલી જ વાર છે. આ અનંત શક્તિના સ્વામી પુરુષ-સિંહનો હુંકાર કર્મ–શગાલને નસાડવા માટે બસ છે! માત્ર આત્મા ઊઠવો જોઈએ. શ્રીમદ્ રાજચંદ્રજીએ વીરગર્જના કરી છે તેમ “ જબ જાગે આતમા, તબ લાગે રંગ.” રિત્તિક રાત! મોહનિદ્રામાંથી જાગેલે આત્મા વિવેકખ્યાતિવડે પિતાના શુદ્ધ સ્વરૂપનું ભાન પામી, વિભાવરૂપ અધર્મને ત્યજી આત્મસ્વભાવરૂપ સનાતન આત્મધર્મને ભજે, તો અવશ્ય મોક્ષ પામે, “પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન થાય.'
જે ઈ પરમાર્થ તે, કર સત્ય પુરુષાર્થ
ભવસ્થિતિ આદિ નામ લઇ, છેદ નહિં આત્માર્થ.” શ્રી આત્મસિદ્ધિ. આ બંધ-મોક્ષની વ્યવસ્થા પરથી ભગવાન મહાવીરે પ્રણીત કરેલા નવ તત્ત્વની અદ્દભુત અવિકલ સંકલના પણ સ્પષ્ટ સમજાઈ જાય છે. આ જીવ અજીવ એવા કર્મથી બંધાયેલો છે, પુણ્ય-પાપ આ અજીવ કર્મના અંતર્ગત બે ભેદ છે; કર્મના આવવાનું કારણ મિથ્યાત્વાદિ પાંચ આશ્રવ છે, આશ્રવ થયે બંધ થાય છે; આશ્રવને-નવાં કર્મના આગમનને આશ્રવધારે સંવૃત કરવારૂપ સંવરથી રોકી શકાય છે, અને જૂનાં કર્મોને ધ્યાનાદિ તપવડે નિજ રાથી ખેરવી શકાય છે, અને એમ નિજેરા કરતાં કરતાં સર્વ કમનો ક્ષય થયે શુદ્ધ આત્મસ્વભાવરૂપ મેક્ષ થાય છે, કેવલ એક શુદ્ધ “ અત” આત્મા જ સાક્ષાત મોક્ષસ્વરૂપ બને છે.
તે ત્રિશલાતન મન ચિંતવી, જ્ઞાન વિવેક વિચાર વધારું;
નિત્ય વિશોધ કરી નવ તતવને, ઉત્તમ બોધ અનેક ઉચ્ચારૂં.” શ્રી મોક્ષમાળા. આ નવ તત્વને હેયે પાદેય વિવેક સમજવા માટે ચિકિત્સાશાસ્ત્ર પ્રસિદ્ધ ચાર વાનાં જાણવા જોઈએ. પ્રથમ તો રેગ (Disease ) શું ? એ જાણવું જોઈએ, આ રોગ હેય-*ત્યજવા યોગ્ય છે. બીજુ રોગનો હેતુ ( Aetiology) શું ? એ જાણવું જોઈએ, આ હેય હેતુ છે. ત્રીજું આરોગ્ય ( Normal healthy condition, cure)
* " हेयं दुःखमनागतम् । दृष्ट्रदृश्ययोः संयोगो हेयहेतुः । तदभावात् संयोगाभावो ટ્રાનં તત્ રે વૈચમ્ (વાઘાતfacવા રાનીપાવા” પાતંજલ યોગસૂત્ર, ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org