________________
ભજે છે. (૫) અને તેથી ક્ષોભ પામેલા તેના મન-વચન-કાયાના રોગની પ્રવૃત્તિ પણ તે પરભાવની પ્રાપ્તિ અર્થે તદનુકૂલ પણે મુખ્ય પણે પ્રવર્તે છે. આમ મૂળ અવિદ્યારૂપ આત્મભ્રાંતિને લીધે જ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને વેગ એ પાંચ આશ્રદ્વારકર્મ આગમનના ગરનાળા ખુલા રહે છે. એટલે તે બંધહેતુઓથી આત્મા કર્મથી બંધાય છે, અને કર્મની બેડીથી બંધાયેલે આ જીવ ભવભ્રમણ દુ:ખ પામે છે. આથી ઉલટું (૧) પરભાવમાં આત્મબુદ્ધિરૂપ જે આત્મબ્રાંતિ છે, તે છેડી દઈ જીવ જો આત્મામાં જ આત્મબુદ્ધિ કરે, તે મિથ્યાત્વ ટળે, દર્શનમોહ નષ્ટ થાય અને સમ્યગદર્શન પ્રગટે. (૨) એટલે પછી અવિરતિ દેષ ટળે ને સર્વ પરભાવમાંથી વિરામ પામે–ભાવવિરતિ થાય. (૩) એટલે તેને આત્મસ્વરૂપથી ભ્રષ્ટતારૂપ પ્રમાદ દેષ ટળે અને સ્વરૂપને વિષે અપ્રમાદઅપ્રમત્ત સ્થિતિ હાય. (૪) એટલે પરમાવ નિમિતે કષાય કરે નહિં, રાગાદિ વિભાવથી રંગાય નહિં અને નિષ્કષાય-પૂર્ણ વીતરાગ થાય. (૫) અને કષાયજન્ય સંભ નષ્ટ થવાથી મન-વચન-કાયાના પેગ પણ આત્મસ્થિરતાને અનુકૂળપણે વત્તે, અને છેવટે અગ દશા પ્રાપ્ત થાય. આમ કર્મને આવવાના આશ્રવ-દરવાજા બંધ થવારૂપ સંવર થાય છે. દર્શનમોહ નષ્ટ થતાં અનુક્રમે ચારિત્રમોહ પણ નષ્ટ થાય છે; દર્શનમોહને હણ વાને અચૂક ઉપાય બોધ છે, ને ચારિત્રમોહને હણવાને અચૂક ઉપાય વીતરાગતા છે. આવી આ કર્મોના અગ્રણે દર્શનમોહચારિત્રમેહ એમ ત્રિવિધ મોહનીય કર્મની, અને તેના ઉપભેદરૂપ આ પાંચ બંધહેતુઓની વ્યવસ્થા પરથી ચૂદ ગુણસ્થાનકની સમગ્ર વ્યવસ્થા પણ શીધ્ર સમજાઈ જાય છે; કારણ કે આ ગુણસ્થાનકનું બંધારણ (Constitution) મુખ્યપણે આત્માના આ મોહ અપગમ પર રચાયેલું છે. મેહની માત્રા જેમ જેમ ઘટતી જાય ને આત્માની નિષ્કષાય વીતરાગ પરિણતિ જેમ જેમ વધતી જાય, તેમ તેમ આત્માના ગુણવિકાસરૂપ સાચી સાધુતા-સાધકતા પ્રગટતી જાય છે.
આમ કર્મબંધની અને તેના બંધહેતુઓની સંકલના પરથી સ્પષ્ટ સમજાય છે કેઆત્મબ્રાંતિ એ જ આ ભવભ્રમણદુઃખનું મૂળ છે. આ ભવભ્રાંતિ કયારે ટળે? તેના મૂળ
કારણરૂપ આ આત્મબ્રાંતિ ટળે છે. કારણ કે આપણે જોયું તેમ ભાવમેક્ષની તાત્વિક કર્મથી દ્રવ્ય કર્મ અને દ્રવ્યકર્મથી ભાવકમ એમ સંકલના થયા કરે વ્યવસ્થા છે અને બંધનું દુષ્ટ ચક્ર ( Vicious circle ) ચાલ્યા કરે છે, અને
તેથી ચક્રબ્રમણન્યાયે ભવને ચક્રાવો પણ ચાલ્યા કરે છે. આવી આ કર્મબંધની સાંકળ ( chain) કયારે શૂટે? આ દુષ્ટ ચક્રનો અંત કયારે આવે? આત્મ બ્રાંતિરૂપ ભાવકમ લૂટે તે આ સાંકળ તૂટે અને આ દુશ્ચક બંધ પડે. અર્થાત જીવ જો દેહાદિ અને રાગાદિ પરભાવ પ્રત્યે આત્મભાવ ધરવાની “ના” પાડે, “પ્રત્યાખ્યાન” કરે, રાગ-દ્વેષ-મોહરૂપ વિપરીત ભાવે પરિણમવારૂપ વિભાવ છોડી દીએ, તે ભાવકમ ન બંધાય, એટલે તેને નિમિત અભાવે દ્રવ્ય કર્મ પણ ન બંધાય, અને આ કર્મબંધની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org