Book Title: Yatidincharya Vachna 1
Author(s): Abhaysagar
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 14
________________ માત્ર આંખો મીંચીને બેસી જવું એ ધ્યાન નથી. આવું ધ્યાન તો બગલામાં, ઝાડમાં કે બિલાડીમાં પણ સંભવી શકે છે. પણ એ અશુભ ધ્યાન છે. નવકારશીનો સમય જોવા ઘડીયાળ તરફ ટગર ટગર નજર કરવી, એ અશુભ ધ્યાન છે. ગૃહસ્થની રાહ જોવી એ ય આર્તધ્યાન છે. વ્યવહારનય બીજાને ચકાસવા માટે છે. નિશ્ચયનય જાતને ચકાસવા માટે છે. વ્યવહાર-નયથી બીજાને મૂલવીએ, તો ગુણાનુરાગ પ્રગટે છે, તથા નિશ્ચયનયથી જાતનું અવલોકન કરીએ તો આપણા દોષોનો ખ્યાલ આવે. 1510 JJ સાચા તપસ્વીની નજર અણાહારી-પદ તરફ હોય. તપસ્વી તપ કરતા પારણામાં વધુ નિર્જરા કરી શકે. તપસ્વીનું પારણું એટલે મોહનીય-કર્મી સામે પ્રચંડ મોરચો ! શુદ્ધ ગોચરી ન મળે ને સાધુ ઉપવાસ કરે, તો તે ઉપવાસ માસક્ષણ કરતાંય વધી જાય. ગોચરી ન મળી હોય ને ભૂખનું દુઃખ સહન કરવું પડ્યું હોય, એ સંભવિત ગણાય, પણ શુદ્ધ ભિક્ષા ન મળી હોય, અને ભૂખનું દુઃખ સુખપૂર્વક સહન કર્યું હોય, એવું ક્યારેય સંભવિત બન્યું છે ખરું ? US 195 20 UCbH પાંચમે જ્ઞાનની આરાધનાર્થે ઉપવાસ કરે અને ચૌદશે એકાસણું કરે, આમાં ભગવાનની આજ્ઞાનો આદર ક્યાં રહ્યો ? તેમજ ધ્યેય શુદ્ધિ પણ ક્યાં રહી ? ચૌદશે ઉપવાસ કરવો એ ભગવાનની આજ્ઞા છે, એના પાલનથી મોહનીય કર્મ તૂટે. જ્યારે આ આજ્ઞાની ઉપેક્ષા કરીને પાંચમે ઉપવાસ કરવાથી જ્ઞાનાવરણીય કર્મ તૂટે. તોય એનો શો અર્થ ? સૌ પ્રથમ મોહનીય તૂટે એ જરુરી છે. વાદળા ખસ્યા ન હોય અને બારી બારણા ખોલી દેવામાં આવે, તો કેટલો પ્રકાશ આવે ? મોહનીય કર્મ ખસે એ વાદળા ખસવા જેવું lcatics aજી ad18 Porsonal use only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 226