________________
અને ફોરમસમી ફલશ્રુતિ એટલે જ એ વાંચન દરમિયાન આંખ અંતરમાં વસી ચૂકેલી ચિંતનધારાના થોડાક અંશની વાચકો સમક્ષ મુક્ત હાથે લ્હાણી કરવા રૂપ પ્રસ્તાવના લેખનનો આ લાભ !
હૂં.પં. શ્રી અભયસાગરજી મહારાજ ચારિત્રના ચુસ્ત પાલક અને પક્ષકાર હતા. એમના આ ગુણની મધમધતી સુવાસ આ
વાચનાના પાને પાને અને પંક્તિએ પંક્તિએમાંથી માણવા મળે એમ છે. પોતાની જાતને જે ગમ્યું હતું, એ ગમતાનો ગુલાલ સૌને ગમાડવા માટેનો પ્રયાસ વાચના જેવા માધ્યમથી એમણે કરવામાં જરાય કચાશ રાખી નહોતી, એમ આ વાંચનાનું વાચન કરતાં કરતાં જણાઇ આવ્યા વિના નહિ રહે. આગમજ્ઞાન, અનુભવજ્ઞાન ગુરુપરંપરાથી પ્રાપ્ત જ્ઞાનની એમણે આમાં છૂટે હાથે લ્હાણી કરી છે આ પુસ્તકમાં એમણે જે વિચારધારા વહેતી મૂકી છે. એ સાધનાનો સંદેશ સુણાવી જાય એવી અને સાથે સાથે સાધના સૂત્રોનું પ્રદાન કરી જાય એવી હોવાથી, એના આધારે કરેલી થોડીક તારવણી ::
સાધકોને માટે જરૂર આ પુસ્તક વાચવા ઉત્કંઠિત કરી જનારા નીવડશે, એમ માનીને થોડીક તારવણી નીચે પ્રસ્તુત કરવાનો પ્રયાસ અસ્થાને નહિ જ ગણાય.
સાધુનું જીવન સૂત્રાર્થ-પોરિસીમય હોય. સૂત્ર કરતાં અર્થપોરિસી મહત્ત્વની હોવા છતાં સૂત્રોને જરાય ગૌણ કરવાના નથી. ‘ગીતાર્થ' શબ્દથી આ સૂચિત થાય છે. અર્થોને રહેવાનું સ્થાન સૂત્ર છે. સૂત્રના ઘરમાં અર્થનો વસવાટ થતો હોય છે. માટે ઘર સ્વરૂપ સૂત્ર ઉપર માલિકી હોવી જોઇએ. સૂત્ર કંઠસ્થ હોય તો જ તેનો ભાવાર્થ-પરમાર્થ બરાબર પામી શકાય.
મહાનિશીથસૂત્રમાં સાધુને માત્ર તીર્થયાત્રા માટે જ વિહાર કરવાનો નિષેધ છે. ગ્રામાનુગ્રામ વિહાર કરતાં વચ્ચે તીર્થ આવે કે જિનાલય આવે, તો એના દર્શન-વંદન ન કરનાર માટે
Jain Eden l
Private&Personal Use