Book Title: Yatidincharya Vachna 1
Author(s): Abhaysagar
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 11
________________ પ્રસ્તાવનાના પગથારે ક -સિદ્ધહસ્ત લેખક પૂ.આ.શ્રી પૂર્ણચંદ્રસૂરિ મ. સાધનાનો સંદેશ અને સાધના-સૂત્રો જૈન ભૂગોળ-ખગોળના ક્ષેત્રે ઠીક ઠીક ઊંડા ઉતરીને એની સર્વજ્ઞદર્શિતાને સવિશેષ રીતે સિદ્ધ કરવાનું જેઓશ્રીનું કાર્યક્ષેત્ર જૈિન અજૈન જગતમાં જાણીતું-માણીતું રહ્યું હતું, એ પૂ.પંન્યાસપ્રવર શ્રી અભયસાગરજી ગણિવરના શ્રીમુખે “શ્રી યતિદિનચર્યા' નામક ગ્રંથ પર અપાયેલી વાચનાઓ ખરેખર શ્રમણ-શ્રમણીઓને સાધનાનો સંદેશ સુણાવવા પૂર્વક સાધના-સૂત્રોનું શંબલ બંધાવી જનારી હોવાથી ખૂબ ખૂબ ઉપકારી અને ઉપયોગી બની રહેશે, એમ આ વાચનાસંકલનનું સિંહાવાલોકન કરતા લાગ્યા વિના નથી રહેતું. આ શ્રી કાલભાચાર્યની પરંપરામાં થયેલા શ્રી ભાવદેવસૂરિજી મહારાજ ‘યતિદિનચર્યા' ગ્રંથના રચયિતા છે. આ ગ્રંથ પર પૂ. આચાર્યદેવ શ્રી મતિસાગરસૂરિજી મહારાજે અવચૂરી રચી છે. સાર્થક નામ ધરાવતા આ ગ્રંથમાં યતિની દિનચર્યા સુંદર રીતે વર્ણવાઇ છે. આના આધારે આગમ વિશારદ પૂ.પં. શ્રી અભયસાગરજી ગણિવરે આપેલી વાચનાઓ બે વિભાગમાં પ્રસિદ્ધ થનાર છે, એનો પ્રથમ ભાગ આચાર્ય શ્રી હેમચન્દ્રસાગરસૂરિજીના શિષ્યરત્ન મુનિશ્રી નયચન્દ્રસાગરજીના સુંદર સંકલન સાથે આજે પ્રકાશિત થઇ રહ્યો છે. પાલિતાણાથી વિહાર કરીને ‘અયોધ્યાપુરમ્' આવવાનું થયું, ત્યારે તો કોઇ કલ્પના ન હતી કે, આ રીતે યતિદિનચર્યા ગ્રંથ આધારિત વાચનાઓનો રસાસ્વાદ પામવાનો અણધાર્યો | અણચિંતવ્યો લાભ મળશે. અયોધ્યાપુરમાં આચાર્ય શ્રી હેમચંદ્રસાગરસૂરિજી સાથેના વાર્તાલાપની પળોમાં એમણે પ્રસ્તુત વાચના' પર પ્રસ્તાવના લખી આપવાનો પ્રસ્તાવ મૂક્યો એના ફલ સમી ફલશ્રુતિ એટલે મને સમગ્ર પુસ્તકને વાંચવાનો મળેલો લાભ Jain Essen Intex કાનnie & Pérs E ary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 226