Book Title: Yatidincharya Vachna 1
Author(s): Abhaysagar
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 9
________________ મળી આવેલ વાચનાની ચોથી નોંધપોથીમાંથી ઉતારો મલ્યો-ત્રણ પ્રહર ઓળંગે તો સ્થૂલ સંનિધિ અને આહારાદી લાવીને થોડો સમય પણ રાખે તો...સુક્ષ્મ સંનિધિ લાગે. ‘રાત્રે નક્ષત્ર અને વાંસવાથી ગીતાર્થો પોરસીનો સમય જાણતા ‘વાંસવા’ એટલે શું ? ઘણી મહેનતના અંતે એક ગામડીયાભાઇ પાસેથી તેની સ્પષ્ટતા મલી, જે ટીપણીમાં નોંધ કરી છે. આ 0 પ્રથમાલિકના અધિકારમાં ‘ગાયકવાડના દફતરમાં દાહડાનું નામ ન હતું' આ બાબતે ઘણા વૃદ્ધોને પૂછ્યું, પણ જવાબ ન મળ્યો. છેવટે ગાયકવાડના ચોપડે તારીખ નહીં લખતા હોય તેવું અનુમાન કોઇએ કર્યું પરંતુ ગાયકવાડી નોંધોમાં તારીખની નોંધ મળે છે, છેવટે વિહારમાં એક જગ્યાએ અતિ પુરાણું, ફાટેલું, બોધકદ્રષ્ટાંતોનું પુસ્તક હાથમાં આવ્યું તેમાં દસાડાના બાપુની વાત ! દસાડાનું દહાડા અપભ્રશ-ગામઠી ભાષામાં થાય. પૂજ્યશ્રીના ગામઠી ભાષાનો ટોન કોઇપણ સમજી ન શક્યા હોય અને વાચનાનોંધમાં ‘દાહડા' દીવસ અર્થમાં લખાયું હોય. જે વાતનો તે સ્થાને ટીપણમાં ઉલ્લેખ છે. અવસ્મૃત સ્નાન, નાગદંતિ, શબ્દની ગતિ, કથાનકોના અધિકારો વગેરે ઘણી બાબતોના સંશોધન-પરિમાર્જન માટે આચારાંગ, ઓઘનિર્યુક્તિ, આવશ્યક- નિર્યુક્તિ, ભગવતિ સૂત્ર, છેદ સૂત્ર, ઠાણાંગ, પ્રતિક્રમણ ગર્ભ હેતુ, પંચસંગ્રહ યોગશતક અધ્યાત્મકલ્પદ્રુમ આદિ અનેક આગમો-ગ્રંથો, જૈનેતરગ્રંથોનો સહારો લીધો છે તથા અનેક આચાર્ય ગીતાર્થ ભગવંતો, પૂજ્યો, સંયમવૃધ્ધ શ્રમણીઓ, જૈન-જૈનેતર પંડીતો, પ્રોફેસરોનો પણ સહયોગ સાંપડ્યો છે. જેના પરિણામે પૂજ્યશ્રી દ્વારા અપાયેલી પ૮ વાચનાઓનું સંકલન કાર્ય સાકાર થયું છે. તે પૈકી પ્રથમ ભાગમાં ૨૮ વાચનાઓ પ્રકાશિત થઇ રહી છે. વાચના નોંધની ઝેરોક્ષ નહીં જ કરાવાની અને નોંધ કરીને પણ માત્ર ત્રણજ દીવસમાં મૂળ કોપી-બે નોટો પાછી આપવાની, એવો પૂ. એક શ્રમણી ભગવંતનો આગ્રહ હોવોના કારણે નૂતન મુનિ શ્રી પદ્મચંદ્રસાગર મ. in Education national For Private & Personal Use Only WW aineli aryo

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 226