Book Title: Yatidincharya Vachna 1 Author(s): Abhaysagar Publisher: Agamoddharak Pratishthan View full book textPage 8
________________ કોઇપણ શબ્દનો વ્યત્પત્તિ કે નિયુક્તિ અર્થ કરવામાં પૂજ્યશ્રીની આગવી હથોટી હતી જેના પરિણામે વિવિધ સ્થાને શબ્દના એદંપર્યાય અર્થ સુધીની અંતર સ્પર્શ યાત્રા વાચકોને વારંવાર થશે. પૂ.આ. શ્રી જિનચંદ્રસાગરસૂરિ મ. એ પૂજ્ય પં. ગુરુદેવશ્રીની આ વાચનાને વ્યવસ્થિત સંકલના સંપાદન કરવાની જવાબદારી મારે શીર લાદી, તેને અહોભાગ્ય માની કાર્ય શીધ્ર પૂર્ણ કરવાની ભાવના સાથે કાર્ય પ્રારંભ્ય. તે માટે પૂ.આ. કેશર સૂરિમ.ના સમુદાયના પૂ.સા. શ્રી વિશ્વ જ્યોતિશ્રીજી મ., પૂ.સા. શ્રી પ્રિયદર્શનાશ્રીજી મ., પૂ.આ. શ્રી આરામોદ્ધારકશ્રીના સમુદાયના પૂ.સા. શ્રી અમીદર્શાશ્રીજી મ., પૂ.આ. શ્રી ભક્તિસૂરિ મ. ના સમુદાયના પૂ.સા. શ્રી અમીરસાશ્રીજી મ. એમ ચાર સાધ્વીજી મ. પાસેથી વાચના અવતરણની નોંધ સમયે-સમયે પ્રાપ્ત થઇ જેના આધારે પુસ્તક દેહ સર્જન થવા પામ્યો છે. પૂ.પં. ગુરુદેવશ્રીનો વાચના પ્રવાહ ઘણો વેગવંતો હતો...જેથી વાચના નોંધનારને ઘણી વાતો છૂટી ગયેલી કે ઉતાવળથી લખવામાં અશુધ્ધિ પણ રહેવી જેનો અર્થ-મતલબ ખ્યાલ ન આવે, તો ક્યારેક બીલકુલ વિપરીત વાત લાગે. પણ, સર્વ આગમિક-પ્રાકરણિક અધ્યયન સાથે ૧ લાખ હસ્ત લેખીત પ્રાચીન પ્રતોનું વાંચન, રામાયણ ચારવેદ, પુરાણ, બાઇબલ કુરાનગીતા જેવા ઇત્તર ગ્રંથો સંપૂર્ણ કંઠસ્થ, વર્તમાન સાયન્સ, ખગોળ-ભૂગોળના ૭૦ કબાટ જેટલાં દરદાળ પુસ્તકોનું અધ્યયન, તો ન્યાય-સાહિત્ય-વ્યાકરણ જેવા વિષયોમાં તો બાલમુનિ અવસ્થામાં પરંગત પૂજ્યશ્રીની આ વિશાળ જ્ઞાન ગરીમા નજર સામે હોવાથી પ્રત્યેક શબ્દ પાછળ કાંઇને કાંઇ રહસ્ય હોવું જોઇએ, તેવી શ્રદ્ધાએજ સમજ ન પડે, ત્યાં સંશોધન માટે દ્રઢ બનાવ્યો. પરિણામે સંકલન કાર્ય વિલંબ પામ્યું, તે વિલંબે ઘણા રહસ્યો ખોલ્યા, જેની આછેરી નોંધ અહીં અનુચિત નહીં ગણાય. | ‘દિવસે કે રાત્રે સંનિધિ દોષ લાગે’ ત્રણ નોંધમાં આ પંક્તિ મળી. રાત્રીનો સંનિધિ દોષ પ્રસિદ્ધ છે, દિવસે કેવી રીતે ? ઘણા આચાર્યોગીતાર્થો પાસે સમજવા પ્રયત્નો કર્યા પરંતુ સ્પષ્ટતા ન થઇ, છેવટે-છેલ્લે in E cation International For Private & Personal Use Only www.jain libratPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 226