Book Title: Yatidincharya Vachna 1
Author(s): Abhaysagar
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 7
________________ સંપાદકીય વાચના” એ શાસન સ્થાપના કાળથી ચાલી આવતી શાસ્ત્રીય પરંપરા છે છેલ્લી સદીમાં પૂ. સાગરજી મ. એ આ પરંપરાને જીવતદાન આપ્યું છે, તો પૂ. પંન્યાસ ગુરુદેવશ્રીએ તે પરંપરાને પાંગરી છે. પૂ. ગુરુદેવશ્રી વ્યાખ્યાન કરતાં વાચનાને વધુ મહત્વ આપતા હતા. ચોમાસું કે શેષકાળમાં પ્રતિદિન પાંચ-છ કલાક પૂજ્યશ્રીની વાચનાઓ ચાલતી તે જ વાચના-વટ વૃક્ષનું એક નાનું ફળ આ પુસ્તિકા છે. - પૂ. ગુરુદેવશ્રીનું સંવત ૨૦૪૦નું ચાતુર્માસ પાલીતાણા આગમ મંદિરમાં થયું. તે ચોમાસાની વાચના દરમ્યાન પ્રતિદિન બપોરે ૧ થી ૨ વાગે માત્ર સાધુ-સાધ્વી ભગવંતોને ‘યતિદિન ચર્યા' ગ્રંથની વાચના આપી. ૪૦૦ થી ૪૫૦ જેમાં જેટલા સાધુ-સાધ્વી ભગવંતો લાભ લેવા ઉમટતા હતા. આ વાચના દ્વારા શાસ્ત્રાણા અને સામાચારીમાં શ્રમણ સંઘને વધુ દ્રઢ કરવા પૂજ્યશ્રીનો પ્રઘોષ વાચના બિંદુઓમાં સ્પષ્ટ જણાય છે. કાળ પ્રભાવથી તથા પાશ્ચાપ્ત સંસ્કૃતિથી સંદિગ્ધ (સંમિશ્ર) થતા સંધીકાળમાં અપાયેલી વાચનાઓ છે, તથા પાલીતાણા ક્ષેત્રમાં આ વાચના થએલી છે, તેથી કાળજન્ય અને ક્ષેત્રજન્ય દોષોથી બચવા માટે પૂજ્યશ્રીનો નિર્દેશ-આશય વાચનાઓમાં તરવળે છે. તે ઉપરાંત સમષ્ટિગત આચારોને ધ્યાનમાં રાખી શ્રી શ્રમણસંઘને આચાર મર્યાદા તરફ ધ્યાન દોર્યું છે. પૂ. આચાર્ય ભાવદેવસૂરિ મ. સંકલિત “યતિદિન ચર્યા' ગ્રંથની પૂ. મતિસાગર મ.ની અવચૂર્ણ સ્વરુપ મૂળગ્રંથને સંપૂર્ણ વફાદાર રહીને સાનુબંધ આ વાચના શ્રેણી ચાલી છે. ગ્રંથના વિષયોને સ્પષ્ટ કરવા પૂજ્યશ્રીએ અનેક આગમો-પ્રાકરણિક ગ્રંથો-જૈનેત્તર ગ્રંથો-શાસ્ત્રો. વેદો, વર્તમાન વિજ્ઞાનની વિગતો, વ્યવહારિક દ્રષ્ટાંતો, શાસ્ત્રીય કથાઓ, કહેવતોનો ઠેર-ઠેર ઉપયોગ કર્યો છે. તથા આયુર્વેદ ગ્રંથો અને સાધુ ચર્યાનો સમન્વય, વેદોચ્ચાર રુચા અને સૂત્રોચ્ચાર પદ્ધત્તિના માધ્યમે પૂજ્યશ્રીની જ્ઞાન ગરીમાનું દર્શન થતાં સહજ ભાવે મસ્તક ઝૂકી જાય છે. Edtation International For Private & Personal Use Only nelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 226