________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પ્રાપ્તિને કરે છે. अरहंत नमोक्कारो, धन्नाण भवखयं करंताणं । हिययं अणुमुयंतो, विसोत्तिया वारओ होइ ॥१॥
ભાવાર્થ :–ભવક્ષયને કરનારા, ધન્ય પુણ્યવંત જીવોના હૃદયને નહિ ત્યાગ કરનાર અહત નમસ્કાર જે છે તે ઉત્તમ જીવોના અસત્ માર્ગ પ્રત્યે ગમન કરવાના અધ્યવસાયને દૂર કરનાર થાય છે. अत्र भाष्यम् धन्नाण नाणाइ घणा, परित्त संसारिणो पयणुकम्मा । भवजीवियं, पुणब्भवो, तस्सेह क्खयं करिताणं ॥१॥ इह वि स्सोओ गमणं, चित्तस्स विस्सोत्तिया अवज्झाणं । अरहंतनमोक्कारो, हियैव गओ तं निवारेई ॥२॥
ભાવાર્થ :- ધન્ય જ્ઞાન દર્શન ચારિત્રાદિ ધનસંયુક્ત તથા પરિમિત સંસારી તેમજ સ્વલ્પ કર્મવાળા અને ભવ જીવિત એટલે ભવક્ષયને કરનારા, વિસ્ત્રોતિકા ગમનંચિત્ત અપધ્યાન તેને અંતઃકરણને વિષે પ્રાપ્ત થયેલા, અહત નમસ્કાર ચિત્તના અસદ્ વિચારોને દૂર કરે છે. तथाऽर्हन्नमस्कारस्यैव महार्थतां दर्शयति अरहंत नमोक्कारो, एवं खलुवण्णिओ मइत्थोत्ति । जो मरणम्मि उवग्गे, अभिक्खणं कीरइ बहुसो ॥२॥
ભાવાર્ય –અરિહંતને નમસ્કાર એ પ્રકારે નિશ્ચય મહાન અર્થયુક્ત વર્ણવેલ છે, (વર્ણન કરેલ છે.) તે નમસ્કાર મરણ દશા સમીપભાગને વિષે પ્રાપ્ત થયે છતે, વારંવાર કરવો કારણ કે વારંવાર અરિહંતને નમસ્કાર કરવાથી મહાન લાભને આપનાર થાય છે.
હવે કેટલાયેક જિનમંદિરમાં પરમાત્માને નમસ્કાર કરતા જાય છે. પરંતુ પૂરા નહિ નમતાં તેમજ અંગોપાંગને નહિ નમાવતાં પૂર્ણ ફળને M૧૪
-
૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org