________________
ખીજી માજી ધર્મના ઉપદેશ આપનાર બ્રાહ્મણવ પોતાના ધમ મૂકી ચૂકયા હતા. તાપસ વિગેરે ધ ગુરૂ કહેવાતા હતા. પરતુ તેમનું આચરણ સત્યધમ થી વિપરિત હતું. વૈશ્યા પણ ભાન ભૂલી આમ જનતાનું શોષણ અને પાપનુ પોષણ કરવામાં મસ્ત બની ગયા હતા. શુદ્રોની દશા તેા બહુ જ ખરામ હતી. આ વિષમતા અને ધર્મના નામે થતું પાખંડ–અધમમય આચરણ દૂર કરી વિશ્વ કલ્યાણ કરવા માટે ભગવાન શ્રી વીર–વધ માનસ્વામીએ રાજ્યઋદ્ધિ ત્યાગીને દીક્ષા અગીકાર કરી. અને સાડા બાર વર્ષ સુધી ઉગ્ર તપ કર્યું.
ઘનઘાતી ચાર કર્મોના નાશ થતાં ભગવતને લાકાલાક પ્રકાશક કેવળજ્ઞાન થયું અને ભગવતે દેશના આપી. તી સ્થાપ્યું. વેદાંતના પારગામી વિશ્વવિખ્યાત પતિ તેમના શિષ્યા થયા. ચંદનબાળા અને મૃગાવતી જેવી રાજકુમારી અને રાજરાણીએ સાધ્વી થઇ. આણુંă અને કામદેવાદિ જેવા શ્રાવકા અને સુલસા-ચેલ્લણા—ચંદનમાળા જેવી પરમશ્રાવિકાઓ થઈ.
અર્થાત્ રાજાથી માંડી રક સુધી સૌ પ્રભુ મહાવીરના અનુયાયી થયા.
આ પ્રકારે ભગવત મહાવીરે ભાનભૂલેલી જનતાને મુક્તિના માગ મતાન્યેા. આજે પણ ભગવાન મહાવીરનું શાસન ચાલી રહ્યું છે.
આજે સૌ કોઈએ વિચારવું ઘટે છે કે “પેાતે વિશ્વવધ વીતરાગ શ્રી વીર-વધમાન સ્વામીના તીમાં છે કે નહિ ?