________________
પ્રસ્તાવના
માનવી જેટલા પ્રમાણમાં મુક્તિને ચાહે છે તેટલા પ્રમાણમાં તે માર્ગે ચાલી શકતો નથી. માનવી જે સત્યમાગે ચાલે તે જરૂર તે મુક્ત બની શકે છે. શાસ્ત્રકાર ભગવંતોએ સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણ મુક્તિના માર્ગો બતાવ્યા છે.
મનુષ્ય જ્યારે માંદા પડે છે ત્યારે ડોકટર અથવા વૈદ્યની મુલાકાત લે છે. તેવી જ રીતે મનુષ્ય પિતાનું જીવન ઉન્નત અને કલ્યાણકારી બનાવવા માટે જ્ઞાની સાધુ-પુરૂષને સમાગમ-સહવાસ કરે જોઈએ.
આજે ચારે બાજુ સુધારણાની વાતે બહુ થાય છે. કયાંક શિક્ષણની તે કયાંક સુઘડતાની બાબતમાં, પરંતુ આ બધામાં સૌથી પ્રથમ પિતાના જીવનની સુધારણા કરવાની જરૂર છે. અને જીવનની સાચી સુધારણા તરણતારણ પરમપાવન શ્રી વીતરાગ દેવના સાહિત્યના શ્રવણ કે વાંચન વિના ન થઈ શકે એ બીનાને લક્ષ્યમાં રાખી. પ. પૂ. વાચનાચાર્ય શ્રી રત્નલાભ ગણિના શિષ્ય પ. પૂ. શ્રી રાજકીર્તિગણિની રચેલી ગદ્યબદ્ધ વર્ધમાનદેશના મુનિરાજ શ્રી વિશાળવિજયજીએ સરળ ભાષામાં સુંદર અનુવાદ કર્યો છે. તે પ્રશંસનીય છે.