________________
વર્ધમાનદેશના એટલે ચરમતીર્થાધિપતિ શાસન નાયક ભગવંત શ્રી મહાવીરના ધર્મોપદેશને સંગ્રહગ્રંથ. આ ગ્રંથમાં ભગવંત મહવીર દેવે આણંદ કામદેવ આદિ દશે શ્રાવકને ધર્મોપદેશ આપી વ્રતધારી બનાવ્યાને ઉલેખ છે. તે સાથે બાર તે પર બેધદાયક રસિક કથાઓ પણ છે.
ભગવંત મહાવીરને થયા આજે લગભગ ૨૫૦૦ વર્ષ ગયાં છે, છતાં તેમનું જીવન, તેમનું જ્ઞાન આજે પણ આપણને મુક્તિને માર્ગ બતાવે છે.
મહાપુરૂષનું જીવન પણ પર્વત પરથી વહેતા મોટા જળપ્રવાહ જેવું હોય છે. જેવી રીતે જળપ્રવાહ મેટા પથ્થરે તોડીને પણ પિતાને રસ્તે કાઢે છે તેવી જ રીતે ભગવંત શ્રી મહાવીરદેવનું જીવન પણ અજ્ઞાનરૂપી અંધકારના પર્વતેને તેડી નાખે છે. અને ઉપદેશ રૂપી જ્ઞાનના કિરણે વડે ભૂલેલા માનવીઓને માર્ગદર્શન આપે છે.
એ વખતનો જમાને ઘણે ખરાબ હોતે, માનવસમાજ વિવેકને ભૂલી બેઠે હતે. ક્ષત્રિય લેકે વિલાસી બની ગયા હતા. વિલાસ માટે તેઓ જીવતા હતા અને ભયંકર યુદ્ધ કરી શેણિતની સરિતાઓ વહાવતા હતા.
મહારાજ શ્રેણિકે ચેલ્લણ માટે યુદ્ધ કર્યું હતું, કેણિકે રાજ્ય મેળવવા માટે પોતાના પિતાને કેદ કર્યા હતા. અઢાર સરનો હાર અને સેચનક હાથી માટે પિતાના માતામહ (માતાના પિતા) ચેટકરાય સાથે ભયંકર યુદ્ધ પણ કર્યું, જેમાં એક કેડ એંશી લાખ માણસને સંહાર થયે હતો.