________________
પોતાને પવિત્ર-યુદ્ધ માને છે, અહે!આનાથી બીજું આશ્ચર્ય છે ? ૧૪૦. મોક્ષના સુખની અભિલાષા રાખનાર આત્મજ્ઞાનીએ તેવું જ કાર્ય કરવું જોઇએ, કે જે કરવાથી કરેલાં કમીને ક્ષય થાય અને નવને સંચય બંધ-વધારે ન થાય. ૧૪૧. '
ચારે ગતિમાં પરિભ્રમણ | હે જીવ! અપ્સરાઓના સમૂહથી ભરપૂર અને દેશવડે સુશોભિત સ્વર્ગને વિષે તે અનેક વાર વિવિધ પ્રકારના ભેગોની સંપત્તિ પ્રાપ્ત કરી છે. ૧૪ર. અને કર્મના વાથી વિવિધ દુ:ખવા સહવાળા, અત્યંત ભય આપનાર અને મહા ભયંકર એવા શરવ નામના નરકમાં પણ તું ચિરકાળ રહ્યો છે. (અર્થાત નરકના દુ:ખો પણ તે ભેગવ્યા છે.) ૧૪૩ તે નરકમાં તપાવેલા તેલની કડાહીમાં પકાવાતાં તે જે ઉત્કૃષ્ટ દુ:ખ અનુભવ્યું છે, તે કહેવાને પણ સમર્થ થવાય તેમ નથી. ૧૪૪ ત્યાં પૂર્વ કર્મના નિગથી-વશથી ભયંકર વિવિધ યંત્રોથી અનિવડે પચાવાતાં તે દુ:સહ વેદના અનુભવી છે. ૧૪પ વળી હે જીવ! વિષ્ટા અને મૂત્રથી ભરેલા, ભયંકર, અશુચિ, લેમ અને વસા (ચરબી)થી ખ્યાત એવા માતાના ગર્ભરૂપી ઘરને વિષે તું વારંવાર કર્મને યોગે સ્થિતિને યા છે. ૧૪૬. તેમજ તિર્યંચની ગતિમાં પણ છેદન અને ભેદનથી ઉત્પન્ન થયેલા જે દુ:ખને જીવ પામ્યો છે, તે દુ:ખ કેટી છાએ કરીને પણ કહેવાને મનુષ્ય શક્તિમાન નથી. ૧૪૭ વળી આ સંસારમાં એવું કોઈ પણ સુખ નથી, કે જે દેવ, મનુષ્ય અને તિર્યંચગતિમાં નિરંતર ભ્રમણ કરતાં જીવે અનેક પ્રકારે પ્રાપ્ત કર્યું ન હોય ૧૪૮ અત્યંત ભય આપનાર આ ચાર ગતિરૂપ સંસારમાં ભ્રમણ કરતાં જીવે કર્મના ચોગથી સર્વ પ્રકારને સુખ દુ:ખ પ્રાપ્ત કર્યો છે. ૧૪. હે જીવ! આ પ્રમાણે ચિરકાળ સુધી આત્માને અત્યંત નાશ કરનાર દુ:ખને જાણ્યા છતાં પણ તું કેમ વેરાગ્ય પામતા નથી?