Book Title: Tattvamrut Chetodutam Jambudwip Samas
Author(s): Jinshasan Aradhak Trust
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 172
________________ . [ ૨૯ ] સંપૂર્ણ ભક્તિ રાખીને તેમના ગુણસમૂહની અનુમોદના કર. (૪૦) તે અનુમોદના આ પ્રમાણે– અહો! ઉત્તમ મુનિ ભયંકર ગિરિની ગુફામાં, સ્મશાનમાં, વનના વૃક્ષની નીચે, શુન્ય (પડી ગયેલા) ઘરમાં અથવા અરયમાં વસે છે, સિંહ અને હાથી વિગેરેના ભયંકર શબ્દથી ભય પામતા નથી, પરંતુ મેરુની જેવા સ્થિર ચિત્તવાળા થઈ શુભ ધ્યાનની પરંપરામાં જ લીન રહે છે. (૪૧) તથા માર્ગમાં ચાલતાં જે ઠેકાણે સૂર્ય અસ્ત પામે છે ત્યાં જ કાયાને વસિરાવી (કાયોત્સર્ગ રહી), ભયના સંગ રહિત થઈ તથા રદ્ર (ભયંકર) અને શુદ્ર એવા શબ્દવડે ક્ષેભને પામ્યા વિના જ પ્રશસ્ત ધ્યાનને ધ્યાવે છે. (૨) તથા (ગૃહસ્થીઓએ) ત્યાગ કરવા લાયક, અંત, પ્રાંત, શીતળ અને લૂખો આહારની ગવેષણ કરે છે, તથા કે (દુર્જન) તેમના પર આક્રેશ કરે (ગાળ દે) અથવા મારે તે પણ તેમનું મુખકમળ અદીન અને શાંતિવાળું રહે છે. (૪૩) આ પ્રમાણે દેહને અને કર્મના સમૂહને શેષણ કરનાર તથા ધૃતિ અને બળના સહાયવાળા જે આ મુનિવર છે, તેમને હું નિત્ય દાસ છું. (૪) જેઓ નિરંતર અનુત્તર સુખવાળા મોક્ષને પામેલા છે તે પુરુષ જ ધન્ય, છે કેમકે તેઓ જીના કર્મબંધના કારણરૂપ થતા નથી. (૪૫) તેમની જેવા અમે ધન્ય નથી, પરંતુ માત્ર આટલા જ

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184