________________
[ ૬૮ ] આ પ્રમાણે હે જીવ! તું સુખી છે તે પણ સુખના કારણરૂપ શ્રેષ્ઠ ચારિત્રને કર (પાળ), પરંતુ કલિકાળના આલંબનથી મોહ પામીને સચ્ચારિત્રનો ત્યાગ ન કરીશ. (૩૪)
ખરેખર ઉત્તમ ચારિત્રથી ભ્રષ્ટ થયેલા પ્રાણુઓ કેવળ કષ્ટ સહન કરવાથી કાંઈ સિદ્ધ થતા નથી, પરંતુ કષ્ટ રહિત છતાં પણ સધ્યાનરૂપી દુઃખે કરીને સહિત છતાં મોક્ષ પામે છે.(૩૫)
આ કાળે પણ જિનધર્મનું આરાધન કરવાથી જીવ બીજે ભવે સિદ્ધ થઈ શકે છે અને ચારિત્રની વિરાધના કર્યા વિના જઘન્યથી પણ આઠમે ભવે સિદ્ધ થાય છે. (૩૬) - તેથી કરીને હે જીવ! જે કષ્ટથી સાધી શકાય તેવા ધર્મનું પાલન કરવામાં તું શક્તિમાન ન હ તે ભલે તે ન કર, પરંતુ સુખેથી સાધી શકાય એવા ઉપશમ રસવડે શીતળ એવા ચરણને (ચારિત્રને) કેમ કરતા નથી? (૩૭).
સારા કાળમાં પણ કષ્ટથી (દુઃખ સહન કરવાથી) કે પણ સિદ્ધ થયા નથી, પરંતુ સારું ચારિત્ર પાળવાથી જ સિદ્ધ થયા છે; તેથી કરીને તું ચારિત્રનું જ પાલન કર કે જેથી અનુક્રમે મેક્ષસુખને પ્રાપ્ત કર. (૩૮)
આદિ જિનેશ્વર વિગેરે પણ પૂર્વે ચારિત્ર પાળીને જ અનુક્રમે સિદ્ધિપદને પામ્યા છે, તેથી તું પણ ક્રમે કરીને સિદ્ધ થઈશ. (૩૯). - : મહર્ષિઓએ જે યતિમા આચરણ કર્યો છે, તે જે હાલના સમયમાં દુષ્કર હોય તો ચિત્તને વિષે તેઓની ઉપર