Book Title: Tattvamrut Chetodutam Jambudwip Samas
Author(s): Jinshasan Aradhak Trust
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 170
________________ [ ૬૭ ] તું બીજા ભવની અપેક્ષા કેમ કરે છે? અહીં તારે કઈ સામગ્રી ઓછી છે? કે જેથી આ ભવથી આગળ થવાના ભાને વિષે તું ઉદ્યમ કરી શકીશ? (૨૭) . . અહીં ઉત્તમ ધર્મ પ્રાપ્ત થયા છતાં પણ તેને કૂટ (ટા) આલંબનવડે તું હારી જઈશ તે આવતા ભવમાં તે ધર્મ મળશે કે નહીં મળે? એ સંદેહ છે, તેને તું ઈચ્છે છે ? (૨૮) તેથી કરીને તારી મતિ અને જ્ઞાનને ધિકાર તારા પુરુષાર્થ ઉપર વજ પડો ! અને ગુણના ભંડારરૂપ મોટા સારવાળે તારે વિવેકસાર બળી જાઓ! (૨૯) . હે પાપી જીવ! જ્યારે પિતાનું કાર્ય હોય છેત્યારે તું હાથીની લીલાને ધારણ કરે છે અને બીજું બધું ભૂલી જાય છે અને બીજાના કાર્યમાં સજ્જ થતો નથી તેમ જ તે વખતે તે તું સુકુમાળ દેહવાળ થઈ જાય છે. (૩૦) વળી હે જીવ! બીજું પણ તું સાંભળ–તારે કલિકાળનું આલંબન ગ્રહણ કરવું નહીં, કેમ કે કલિકાળમાં (તીવ્ર તપસ્યાદિ) કષ્ટ નાશ પામ્યું છે (થઈ શતું નથી, પણ જિન ધર્મ નાશ પામ્યું નથી. (૩૧) હે જીવ! જે તું નિરંતર શત્રુ અને મિત્રને વિષે સમાન ચિત્તવાળે, માન અપમાનને નહીં ગણનારે, મધ્યસ્થ ભાવવાળો, શાસ્ત્રવડે પવિત્ર ચિત્તવાળો, સદ્ધયાન ધ્યાવામાં તત્પર અને સારી સમાધિમાં રહેલે થઈશ તે અહીં પણ તને નિર્વતિ (સુખી છે. તેને માટે પરલેકનું (સ્વર્ગાદિકનું) . શું કામ છે ? (૩૨-૩૩)

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184