Book Title: Tattvamrut Chetodutam Jambudwip Samas
Author(s): Jinshasan Aradhak Trust
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 179
________________ [ ૭૪ ] કયારે હું કુશળ (શુભ) એવા મન, વચન અને કાયની પ્રવૃત્તિવડે અને અન્ય એટલે અકુશળ એવા તેમના નિરોધવડે સભ્યપ્રકારે ત્રણ ગુપિવડે ગુપ્ત થઈશ? (૧૦) જ્યારે હું વિષયની વાંછા રહિત, દેહની વિભૂષાથી વજિત અને જૂના તથા મલિન વસ્ત્રવાળ થઈ ચારિત્રના ગુણોને ધારણ કરીશ? (૧૧) જ્યારે હું કાળ ગ્રહણ કરી અંબિલાદિક તપકર્મપૂર્વક ચેગ વહન કરી લેગ્ય કૃતરૂ૫ અંગોપાંગને ભણીશ? (૧૨) જ્યારે હું વિશુદ્ધ શ્રદ્ધાવાળ થઈ પ્રકલ્પ, પંચકલ્પ, ક૯૫, વ્યવહાર સૂત્ર અને જિતકલ્પાદિક, શ્રુતના સારભૂત છેદસૂત્રને ભણશ? (૧૩) (અઢાર હજાર) શીલાંગના સંગવડે સુભગ, કામદેવના નાશને વિષે કર્યો છે. સંસર્ગ (પ્રયત્ન) જેણે એવો અને મને હર સંવેગના રંગવાળ થઈને નિઃસંગ એ હું કયારે રમીશવિહાર કરીશ? (૧૪) કયારે હું પરના દૂષણ ગ્રહણ કરવાથી મુક્ત થઈ, પિતાના ઉત્કર્ષને વિષે પણ વિમુખ પરિણામવાળો થઈ દશ પ્રકારની સામાચારી પાળવામાં તત્પર થઈશ? (૧૫) કયારે હું પરીષહના સિન્ય(સમૂહ)ને સહન કરી કોઈ ઠેકાણે આહાર મળે કે કેઈ ઠેકાણે ન મળ્યા તે પણ ૧ નિશી. ૨ બૃહ૭૯૫.

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184