Book Title: Tattvamrut Chetodutam Jambudwip Samas
Author(s): Jinshasan Aradhak Trust
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 180
________________ [૭૭] નીચ, ઊંચ અને મધ્યમ કુળને વિષે (આહારની પ્રાપ્તિને "માટે) અજ્ઞાતાંછની ગવેષણ કરીશ? (૧૬) કયારે હું છ કારણે વડે આહારનું કાર્ય પ્રાપ્ત થયે તે રાગદ્વેષ રહિતપણે સંજનાદેષ રહિત થઈને સર્પ જેમ બિલમાં પેસે તેવી રીતે (દાંત અને જીહ્વાનો સ્પર્શ કર્યા વિના) સભ્યપ્રકારે ઉપયોગવાળો થઈ. ભેજન કરીશ? (૧૭) જ્યારે હું સૂત્રપોરિસી અને અર્થ પરિસીમાં તત્પર થઈ, સમસ્ત જીતક૫વડે યુક્ત થઈ તથા ઉઘુક્ત વિહારવાળે થઈ માસક૯૫વડે વિહાર કરીશ? (૧૮) જ્યારે હું અન્યના અવર્ણવાદ બલવાથી રહિત (મુક્ત) થઈ, શત્રુ અને મિત્ર વિગેરે સર્વ પ્રાણીઓને વિષે સમાન ચિત્તવાળો થઈ તથા વિકથાથી રહિત થઈ સ્વાધ્યાયમાં તત્પર થઈશ ? (૧૯) સુવર્ણ જેવા ઉજવળ ગુણો જેમાં વિલાસ પામે છે એવા, જેમાં કામદેવને નાશ છે એવા, જેમાં સ્કુરાયમાન કરુણ (દયા) રહેલી છે એવા તથા જે મદને દમન કરનાર છે એવા ધર્મરૂપ વનમાં હું કયારે વિચારીશ? (ર૦) . - નિર્મળ, શંકરહિત, રાગરહિત સારા મનના વશથી હર્ષ ઉપજાવનારા, રમણીય અને સભ્યત્વને પ્રગટ કરનાર એવા ધર્મારામને વિષે હું કયારે રમીશ-કીડા કરીશ? (ઉદ્યા- ૧ ૧ જેમાં અર્જુન વૃક્ષના ગુણો રહેલા છે. ૨ જેમાં પુષ્પવાળા બાણ અને આસનવૃક્ષ છે. ૩ તે નામના વૃક્ષોવાળા ૪ મદ અને દમન વૃક્ષવાળા.

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184