Book Title: Tattvamrut Chetodutam Jambudwip Samas
Author(s): Jinshasan Aradhak Trust
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 178
________________ [ ૭૫ ] (નિર્દોષ) સંયમમાં ઉદ્યમવાળે થઈને કયારે હું ગામ, આકર (નગર) વિગેરે સ્થાનમાં અપ્રતિબંધ પણે વિહાર કરીશ. ? (૩ નિરંતર વિશ્રાંતિ રહિતપણે કયારે હું આત્મભાવનાવડે અતિ શુદ્ધ અને દુઃખેથી ધારણ કરી શકાય તેવા પંચ મહાવ્રતરૂપી પર્વતના ભારને ધારણ કરીશ-ઉપાડીશ? (૪) વળી કયારે હું મરણ પર્યત (જાવજજીવ) ઘણા મુનિએાએ સેવેલા, સમગ્ર દોષોને નાશ કરનારા અને ગુણના સ્થાનરૂપ ગુરુકુળવાસને સેવીશ? (૫) કોઈપણ પ્રમાદની ખલનામાં બીજા સાધુઓએ કરેલી સારણા, વારણા, ચણા અને પડિચેયણાને સમ્યક્રપ્રકારે હું કયારે (મનમાં ખેદ પામ્યા વિના, ઉત્સાહથી) સહન (ધારણ) કરીશ? (૬) કયારે હું શીધ્રતા અને ચપળતા રહિત, સંભ્રમ રહિત અને વ્યાક્ષેપ રહિત થઈને માર્ગમાં ચાલતાં આગળ યુગમાત્ર (ચાર હાથ) પ્રમાણ દષ્ટિને સ્થાપના કરીને ઈર્યાને શોધીશ ? (૭) કયારે હું કાર્ય આવે તે પરિમિત, મધુર અને અનવદ્ય (નિર્દોષ) વચનને બોલીશ? અને કયારે હું બેંતાળીશ એષણાના દેને શેધીશ? (૮). સારી રીતે પડિલેહીને તથા સારી રીતે પ્રમાર્જન કરીને કયારે હું ઉપકરણનું આદાન (ગ્રહણ) અને મૂકવું કરીશ ? તથા કયારે હું સારી રીતે જોઈને અને સારી રીતે પ્રમાને ઠલે, ખેળ વિગેરેનું પરઠવવું કરીશ? (૯)

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184