________________
[ ૪૧ ]
સર્વ ગિરિની શ્રેણીના શિખરતળ, કુટ, કુંડ, વન, નદી, મુખવન, નદી નીકળવાના દ્રહ, શિલા, વાપી વિગેરે વેદિકા વનખંડથી આવૃત જાણવા. વાવ, કુંડ ને દ્રહ દશ એજન ઊંડા જાણવા. કમળ ને સમુદ્રમાં આવેલા ગિરિ ને દ્વીપ પાણીથી બે કેસ ઊંચા જાણવા. મેરુ, અંજનગિરિ, દધિમુખ, કુંડળ ને રૂચક પર્વતે એક હજાર યોજન જમીનમાં ઊંડા જાણવા, બીજા પર્વતે ઊંચાઈના ચોથા ભાગે જમીનમાં જાણવા. એકેક દ્વીપથી સમુદ્ર અને સમુદ્રથી દ્વીપ બમણું બમણ વિસ્તારવાળા જાણવા. જંબૂદ્વીપમાં તેના વિષ્કભના ૧૦ ભાગ કરી તેવા એક, બે, ચાર, આઠ, સોળ, ત્રીશ તથા ચોસઠ ગુણો તથા પાછા બત્રીશ, સેળ, આઠ, ચાર, બે ને એક ગુણે ભરતાદિ ક્ષેત્રે ને પર્વતેને વિખુંભ એટલે પહોળાઈ જાણવી. દરેક નદીઓ નીકળે ત્યાં જેટલું પ્રવાહ હોય તેથી દશગુણે પ્રાંતે (મુખે) જાણો. પહોળાઈના પચાસમે ભાગે તેની ઊંડાઈ જાણવી. દ્રહના વિસ્તારથી એંશીમા ભાગને વિસ્તાર (પહોળાઈ) દક્ષિણ બાજુની નદીઓની જાણવી. ઉત્તરદિશાની નદીઓની ચાળીશમે ભાગે પહોળાઈ જાણવી. મેરુની ઉત્તરબાજુની નદીઓમાં તેથી વિપર્યય જાણો. પ્રવાહ ને મુખના વિસ્તારને વિલેષ કરી તેના અર્ધભાગને સાડીયુમાળીશ હજારે ભાંગતા જે આવે તેટલી નદીની બંને બાજુએ પ્રવાહમાં વૃદ્ધિ સમજવી.
૧૭૮૮૪૨ યોજનમાંથી ઈષકારને બે હજાર બાદ કરી તેના ચોરાશી ભાગ કરી પોતાના ગુણાકારે ગુણતાં જે આવે તે ધાતકીખંડના પર્વને વ્યાસ જાણો. તે કરતાં બમણું પુષ્કરાર્થના પર્વને વ્યાસ જાણો: