________________
[ જ ] ટીકાકારને પ્રાંત ઉલ્લેખ કોઈ ઠેકાણે શ્રી જંબુદ્વીપપ્રજ્ઞપ્તિને, કેઈ ઠેકાણે કરણને, કે ઠેકાણે જીવાભિગમને, કેઈ ઠેકાણે બીજા શાસ્ત્રાર્થને, કઈ ઠેકાણે વાણીની વૃત્તિને અને કેઈ ઠેકાણે શ્રેષ્ઠ વિદ્વાનોના વચનને આશ્રય લઈને મેં આ મહા (ગંભીર) અર્થવાળા પણ ગ્રંથની વ્યાખ્યા કરી છે. ૧. - આ સૂત્રની મને મળેલી લખેલી પ્રતિ બરાબર સ્પષ્ટ નથી (જીર્ણ છે) અને મારી મતિ પણ અસ્પષ્ટ છે, પરંતુ પિતાને ગામડી વાસ હોય છતાં પણ અહે! મારે અહીં શી રીતે રહેવું ? એમ વિચાર ન કરાય. મારે તે ક્રિયાની સિદ્ધિમાં નમ્ર જનોને કલ્પલતા સમાન શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચરણની મટી સ્તુતિ જ એક કારણ છે. ૨
શ્રી વિક્રમ રાજાથી અનુક્રમે બારસે ને પંદર (૧૨૧૫) વર્ષ વ્યતીત થયા ત્યારે પલ્લિપુરીમાં શરદઋતુમાં સાહારગૃહ ( ઉપાશ્રય)ને વિષે આ મનહર વૃત્તિ મેં કરી છે. ૩.
આ વૃત્તિમાં અનાગને લીધે તથા મતિની મંદતાને લીધે જે કાંઈ અન્યથા લખાયું હોય તે પોપકારમાં જ તત્પર સનવાળા સજજને સુધારવું. ૪.
ટીકાકારની પ્રશસ્તિ
ક્ષમાભૂતની જેવા ઉદય પામેલા અદ્ભૂત મોટા સત્વવાળો, અચિત્ય રુચિવાળી પવિત્ર શીલની સ્થિતિને ધારણ કરનારે, મોટા તેજના મહિમાવાળે અને પૃથ્વીપર (સર્વ લેકને) વંદનીય