________________
[ પ પ ] છે, તે હાલમાં કળિકાળના વેગથી કુબુદ્ધિવાળા જેનેએ અંડિત કરી છે. તેથી હાલ આ પૂજામાં જે જે વસ્તુ પ્રિય લાગે તે તે વસ્તુ શુભ ભાવથી પૂજામાં વાપરવી–અર્પણ કરવી. ૧૮–૧૯.
ઈતિ શ્રીઉમાસ્વાતિ વાચકે રચેલુ
પૂજપ્રકરણ સાથ સમાસ
દાનના આઠ પ્રકાર વિગેરે કેટલાક ફકરાઓ બીજા ગ્રંથમાં જે જોવામાં આવે છે તે ગ્રંથકર્તા ઉમાસ્વાતિના રચેલા છે એમ કહેવામાં આવે છે, તે તેમના કરેલા લજ્યગ્રંથમાં જોવામાં આવતા નથી, પરંતુ તેમણે ૫૦૦ ગ્રંથ રચેલા હોવાથી તે અલભ્ય ગ્રંથમાં હોવાનો સંભવ છે.
ખીચે પ્રમાણે (દાનના સંબંધમાં) વાચકમુખ્ય ઉમાસ્વાતિએ કહ્યું છે એમ સ્થાનાંગવૃત્તિમાં કહેલ છે.
કૃપણ, અનાથ, દરિદ્ર, કષ્ટ પામેલ તથા રોગ અને શેકથી વ્યાકુળ થયેલાને જે કૃપાવડે દાન દેવાય તે અનુકંપાદાન કહેવાય છે. ૧.
ઉદયમાં કે કચ્છમાં ( લાભ કે હાનિના વખતમાં) સહાયને માટે જે કાંઈ અપાય તે મુનિઓએ સંગ્રહદાન માન્યું છે, પણ તે દાન મોક્ષને આપનાર માન્યું નથી. ૨.
રાજા, કોટવાળ, પુરોહિત, મધુમુખ (મીઠાબેલા), માવઠ્ઠ (માવડીઆ) અને દંડપાશિ (જેલર) વિગેરેને ભયથી જે આપવામાં આવે તે ડાહ્યા પુરુષોએ ભયદાન જાણવું. ૩.
લેકસમૂહને વિષે રહેલાની પાસે કેઈએ કાંઈ પ્રાર્થના