Book Title: Tattvamrut Chetodutam Jambudwip Samas
Author(s): Jinshasan Aradhak Trust
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 167
________________ [ ૬૪ ].. તારું દુર્ગતિમાં ગમન થશે નહીં, અને તે ત્રણ ભુવન તારા પર તુષ્ટ થાય તે પણ કદાપિ તું સદગતિનો માર્ગ પામીશ નહીં, પણ જે તારો આત્મા રેષ કરશે તે તે તને અવશ્ય દુર્ગતિના માર્ગે લઈ જશે અને તે તારે આત્મા કઈ પણ પ્રકારે તુષ્ટમાન થશે તો સુખેથી મોક્ષમાં લઈ જશે. (૭)-(૮) જે તારા ગુણ ઉપરના રાગથી લેકે આ ભવમાં તારી સ્તુતિ કરે છે અને નમસ્કાર કરે છે પણ તારા ઉપરના રાગથી નથી કરતા, તો પછી તું તે સ્તુતિ કરનારના ઉપર કેમ રાગ કરે છે ? (૯) હે જીવ! પરગુણને ગ્રહણ કરવામાં જ બદ્ધાદરવાળે જે ધૃષ્ટ પુરુષ તારા ગુણેને ગ્રહણ કરે છે, તેના ઉપર જે કે તું રોષ નથી કરતે (તે ઠીક જ છે, પણ તેના પર તું રાગ કેમ કરે છે? (પિતાની વસ્તુ ચોરનાર ઉપર રાગ તે ન જ હોય). (૧૦) તથા વળી પરના દોષ ગ્રહણ કરવામાં જ તત્પર એ જે પુરુષ દુઃખને ઉત્પન્ન કરનારા તારા દોષોને ગ્રહણ કરે છે, તેના ઉપર જે કે તું રાગ કરતા નથી (તે ઠીક) પરંતુ તેના ઉપર રોષ કરે કેમ એગ્ય હાય ? ( ખરી રીતે તે તે દોષ પ્રહણ કરનારના પર રાગ કર જોઈએ). (૧૧) હે મૂઢ! તું પર્વત ઉપર બળતા અગ્નિને જુએ છે, પણ પિતાના પગની નીચે બળતા અગ્નિને જેતે નથી; કેમકે તું બીજાને શિખામણ આપે છે, પણ કદાપિ કોઈ પણ પ્રકારે પોતાના આત્માને શિખામણ આપતો નથી. (૧૨) જેઓ અન્ય જનોને શિક્ષા આપવામાં વિચક્ષણે હાય

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184