________________
યતિશિક્ષા પંચાશિકાનો અર્થ
અપ્રતિહત અને સ્થિર એવા પ્રતાપવડે દેદીપ્યમાન તથા ત્રણે ભુવનમાં સદા વિશુદ્ધ એવું આ જિનશાસન દુષમકાળને વિષે પણ સદા જય પામે છે. (૧)
જેના પ્રભાવથી આ જગતમાં સૂક્ષમ અને બાદર પદાર્થોનું સ્વરૂપ જાણવામાં આવે છે તે જિનાગમ પ્રથમ નમસ્કાર કરવા ગ્ય છે. (૨)
જેમ કિલષ્ટ અથવા આઠ ભારે કર્મના બંધનવડે જીવ આ સંસારમાં ભ્રમણ કરે છે અને જેમ તે કર્મની નિર્જરાથી સંવરગુણે કરીને સહિત થયેલે જીવ મોક્ષ પામે છે, ઈત્યાદિ સવિસ્તર હકીકત જેનાથી જણાય છે તે સિદ્ધાંતનું તમે મને રણું કરે. તથા જેમના પ્રસાદથી તે સિદ્ધાંત પણ જાણવામાં આવે છે તેવા ગુરુમહારાજનું વિશેષ કરીને મરણ કરો. (૩-૪)
શ્રી આચારાંગના પહેલા સૂત્રમાં ગુરુની સેવા કરવાનું ફુટપણે બતાવ્યું છે, તે જાણીને (જાણ્યા છતાં) હે વિદ્વાન ! પિતાના ગુરુની સેવા કરવામાં તું કેમ સીદાય છે–શિથિલ થાય છે? (૫)
તેથી કરીને તે સામ્ય! આ ગુરુનું આરાધન અતિ ગરિષ્ઠ–મહત્વવાળું જાણુને તું આ લોક અને પરલકની લકમીનું કારણ આ પણ જાણ. (૬)
હે જીવ! તારા ઉપર ત્રણ જગત રોષ કરે તો પણ