Book Title: Tattvamrut Chetodutam Jambudwip Samas
Author(s): Jinshasan Aradhak Trust
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 156
________________ [૫૩] બે હાથ, બે ખભા અને (એક) મસ્તક ઉપર એમ અનુક્રમે (નવાગે) પૂજા કરવી. ૭. શ્રીચંદન વિના કદાપિ પૂજા કરવી નહીં, તથા પૂજકે પિતાના કપાળે, કર્ક, હૃદયે અને ઉદર ઉપર કુલ ચાર તિલક કરવા. ૮. નવ તિલકેવડે નિરંતર પૂજા કરવી. વિચક્ષણ પુરુષોએ પ્રભાતમાં પ્રથમ વાસપૂજા કરવી. ૯. મધ્યાહ્ન સમયે પુષ્પવડે એટલે અષ્ટપ્રકારી પૂજા કરવી, અને સાયંકાળે ધૂપ, દીપ સહિત પૂજા કરવી. તેમાં (પ્રભુની) ડાબી બાજુએ ધૂપ ધર અને પ્રભુની સન્મુખ અગપૂજા કરવી. ૧૦. ..' અરિહંતની જમણી બાજુએ દીપ સ્થાપન કરવો તથા (પુરુષ) પ્રભુની જમણી બાજુએ રહીને ધ્યાન અને ચિત્યવંદન કરવું. ૧૧. (પુષ્પાદિકની શુદ્ધિ)–જે પુષ્પાદિક હાથમાંથી પડેલું, પૃથ્વી પર રહેલું, કોઈપણ ઠેકાણે પગવડે અડકાયેલું, મસ્તકની ઉપર રાખેલું, ખરાબ (અશુદ્ધ) વસ્ત્રમાં રાખેલું, નાભિની નીચે ધારણ કરેલું, દુષ્ટ જનેએ સ્પર્શ કરેલું, મેઘથી હણાયેલું (ભીંજાયેલું) અને કીડાઓથી દૂષિત થયેલું હોય, તેવા પુષ, પત્ર અને ફળ વિગેરેને ભક્તજનેએ જિનેશ્વરની પ્રીતિ(ભક્તિ)ને માટે ત્યાગ કરવો. ૧૨. -એક પુષ્પના બે ભાગ (કકડા) કરવા નહીં, તેની કળીને પણ છેદવી નહીં, ચંપક અને કમળને ભેદ કરવાથી વિશેષ દેષ લાગે છે. ૧૩.

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184