________________
[ ૪૮] કરવા લાગ્યા અને છેવટે તેમની વાણીને ઈચ્છવા લાગ્યા અને શિખવવા લાગ્યા. પ.
ત્યારપછી દેવના સમૂહોથી સ્તુતિ કરાતા અજિતસિંહ નામના સૂરિ તેમના (ધનેશ્વરસૂરિના) શિષ્ય થયા. તે તેમના આહાર કર્યા પછી આહારને કરનારા અને તેમના ગુલફ જેટલા શરીરના પ્રમાણવાળા હતા. ૬.૧
ત્યારપછી શ્રીવર્ધમાન નામના મુનીશ્વર થયા, ત્યારપછી ચંદ્રપ્રભ નામના પ્રભુ (સૂરિ) અને ત્યારપછી શ્રીભદ્રસૂરિ બૃહસ્પતિની જેવા અનંત શ્રેષ્ઠ ગુણવાન થયા. ૭.
તેમણે માર્ગમાં (વિહારમાં) પણ એકાંતર ઉપવાસવર્ડ વિહાર કરી દીપોત્સવની વૃદ્ધિ કરનારી શ્રીવડેદરા નગરમાં પ્રસિદ્ધ રશશિર ચૂડામણિની યાત્રા કરી, તથા શ્રીમાન જિનેશ્વરની આજ્ઞા પ્રમાણે ઉજયંત તીર્થને ઉદ્ધાર કર્યો. આ પ્રમાણે કરવાથી સર્વ દિશામાં તેમનો યશ હજુ સુધી વેછાએ વિલાસ કરે છે. ૮.
શ્રીવર્ધમાનસૂરિના શિષ્ય પંડિત જિનચંદ્રગણિમિશ્ર થયા, તેઓ કામદેવથી પરાભવ ન પામે તેવા, ગુરૂને માન્ય અને જ્ઞાની હતા. ૯.
તેઓ ગ્રંથ રચવામાં દક્ષ હતા તેથી નિરંતર ગુરૂના " સુચરિત્રરૂપી પુપને સ્વેચ્છાથી ચુંટીને, ઘણા (પાંચ) વર્ણવાળી, સર્વદા સુગંધ (આનંદ)વડે પરિપૂર્ણ, મેટા ગુણેની ગુંથ. ણીવાળી, વિશુદ્ધ અને નવીન નમસ્કારમાળા તેમણે રચી હતી. ૧૦
૧. આ છ લેકના પ્રથમ બે પાદનો અર્થ બરાબર સમજાણ નથી.