________________
નિવેદન
-
– આ જંબદ્વીપ સમાસ પ્રકરણ પૂર્વધર શ્રી ઉમાસ્વાતિ વાચકનું કરેલું છે. તેનું ભાષાંતર કરીને પ્રગટ કરવાની એક મુનિરાજ તરફથી પ્રેરણ થતાં તે કામ હાથ ધર્યું. તે પ્રકરણની છપાયેલ બુક જતાં તેમાં તેના ટીકાકારને કરેલે પ્રારંભ ને અંતનો ભાગ જણાયે, પરંતુ ટીકા સંબંધી કાંઈ પણ ઉલ્લેખ જણાયે નહીં, તેથી તે અપૂર્વ પ્રકરણ ઉપર ટીકા હોવી જ જોઈએ એમ નિરધાર થવાથી તેની ૩-૪. પ્રતે જુદા જુદા આચાર્યો તરફથી મેળવી. તે ટીકા આચાર્ય શ્રી વિજયસિંહસૂરિ અથવા શ્રી વિજયસૂરિની કરેલી છે, લેકસંખ્યા સુમારે ૪૦૦૦ છે. કોઈ વિદ્વાન કરે તે ભાષાંતર કરવા લાયક છે. અમે તે ટીકાને ઉપગ કાંઈકર્યો નથી, માત્ર વાંચવાનો લાભ લીધો છે. તે ટીકાના પ્રારંભના ને અંતના ભાગને લેકેના અર્થ આ બુકમાં આપેલા છે. તે વાંચવાથી તેનું મહત્વ સમજી શકાય તેમ છે.
આ ગ્રંથ અથવા પ્રકરણ બહુ સંક્ષિપ્ત હોવાથી તેનો અર્થ લખતાં મુશ્કેલી પડે તેવું હતું, પરંતુ ક્ષેત્રલોકપ્રકાશમાં તેમ જ બૃહત્ ક્ષેત્રસમાસ વગેરે ગ્રંથમાં આ વિષય વાંચવામાં આવેલ હોવાથી યથામતિ ભાષાંતર કરવાનો પ્રયાસ કર્યો છે, છતાં છદ્મસ્થપણાના કારણથી તેમાં ખલન થવાને સંભવ છે તેથી મુનિમહારાજાઓના અથવા શ્રાવકબંધુના સમજવામાં કાંઈ ક્ષતિ આવે તો તે અમને લખી જણાવવાની પ્રાર્થના છે.