________________
[૧૦] - ગંગા નામનો દ્વિપ છે તે આઠ જ લાંબે પહોળો છે.
તેના મધ્યમાં ગંગાદેવીનું ભવન છે તેની મધ્યમાં મણિપીઠિકા ઉપર ગંગાદેવીની શય્યા છે. ગંગાનદી ગંગાપ્રપાત કુંડના દક્ષિણ તોરણથી નીકળીને ઉત્તર ભરતાર્ધમાં થઈ ખંડપ્રપાતા ગુફા તથા વૈતાલ્યને ભેદીને ભરતક્ષેત્રના દક્ષિણાર્ધના બહુમધ્યભાગે ચાલીને, ઉત્તર ભાગમાં ને દક્ષિણ ભાગમાં સાત સાત હજાર નદીઓથી પરિવરીને પ્રારંભમાં અર્ધ કોશ ઊંડી ને પ્રાંતે પાંચ કોશ ઊંડી થઈને જનૂદ્વીપની જગતીને ભેદીને લવણસમુદ્રમાં મળે છે.
પદ્મદ્રહના પશ્ચિમ બાજુના તેરણથી નીકળીને સિંધુ નદી પિતાને પ્રપાતકુંડમાં પડી તમિલ ગુફા તથા વિજયાલ્ય પર્વતને ભેદીને ગંગાનદી પ્રમાણે પ્રારંભમાં ને પ્રાંતે પ્રવાહમાં પહોળી ને ઊંડી થઈને ભરતક્ષેત્રના ઉત્તર ને દક્ષિણાર્ધમાં મળીને ચેદ હજાર નદીઓથી પરિવરી જગતને ભેદી પશ્ચિમ બાજુએ લવણસમુદ્રને મળે છે.
એ પદ્મદ્રહમાંથી ઉત્તર દિશાના તારણે નીકળીને ત્રીજી હિતાંશા નદી ૨૭૬ જન ને ૩ કળા પર્વત પર રહીને ગંગા નદીથી બમણ પ્રવાહ વિગેરેના પરિમાણુવાળી પિતાના નામના ૧૨૦ યોજન પ્રમાણ લાંબા પહેળા અને ૧૬ યાજનના દ્વીપવાળા પ્રપાતકુંડમાં પડી, તેમાંથી નીકળી શબ્દાપાતિ નામના વૃત્તવેતાર્ચથી અર્ધ જન છેટી રહીને હેમવત ક્ષેત્રમાં પશ્ચિમ બાજુએ વહી લવણસમુદ્રને મળે છે.
હિમવાન પર્વત ઉપર ૧ સિદ્ધાયતન, ૨ ક્ષુલ્લહિમવત, ૩ ભરત, ૪ ઇલાદેવી ૫ ગંગાવર્તન ૬ શ્રીદેવી, ૭ રોહિતાશા, ૮ સિધુ આવર્તન, ૯ સુરાદેવી, ૧૦ હૈમવત અને ૧૧ વૈશ્રમણ નામના ૧૧ ફૂટ છે. તે સર્વરનમય છે.