________________
[૧૫ પરિવરીને જયંતદ્વારની નીચેથી જંબુદ્વીપની જગતને ભેદીને પશ્ચિમસમુદ્રમાં મળે છે. તે પર્વત ઉપર ૧ સિદ્ધયતન, ૨ નિષધ, ૩. હરિવર્ષ, ૪ પ્રાવિદેહ, પ હી, ૬ ધૃતિ, ૭ સીતાદા, ૮ અપર વિદેહ અને ૯ હચક નામના નવ ફૂટે છે. તેનું પ્રમાણ હેમવત પર્વતના કૂટ પ્રમાણે જાણવું. તેમાં પ્રથમ ફૂટ ઉપર સિદ્ધાયતન છે અને બીજા આઠ ફૂટ ઉપર પિનપિતાના નામવાળા દેવને નિવાસ છે.
ઈતિ નિષદ્ધાર
નીલગિરિ પર્વત મહાવિદેહ ક્ષેત્રની ઉત્તરે વૈર્થમય કીર્તિદેવીના આશ્રયવાળા કેસરીદ્રહવાળો નીલ(વંત) નામે પર્વત છે. તે પર્વતની ઉપર ૧ સિદ્ધાયતન, ૨ નીલ, ૩ પ્રાગૂ વિદેહ, ૪ સીતા, ૫ કીર્તિ, ૬ નારી, ૭ અપરવિદેહ, ૮ રમ્યફ અને ૯ ઉપદર્શન નામે નવ ફૂટ નિષધ પર્વત પ્રમાણે છે. આ પર્વતનું પ્રમાણ પહોળાઈ ને ઊંચાઈનું નિષધપ્રમાણે છે. તે પર્વત પરથી દક્ષિણ દ્વારે નીકળેલી દક્ષિણદિશામાં ચાલનારી સીતા નદી પર્વત પરથી તેના નામવાળા પ્રપાતકુંડમાં પડી, તેમાંથી નીકળીને ઉત્તરકુરુક્ષેત્રમાં આવેલા ૧ નીલ, ૨ ઉત્તરકુર, ૩ ચંદ્ર, ૪ એરવત અને ૫ માલ્યવત નામના પાંચ કહોને ભેદીને પૂર્વ મહાવિદેહના બે ભાગ કરતી વિજયદ્વારની નીચે થઈને પૂર્વસમુદ્રને મળે છે. તેને પ્રવાહ, નદી પરિવાર વિગેરે સીતાદા પ્રમાણે જાણવું. તે પર્વત પરના દ્રહમાંથી ઉત્તરદ્વારે નીકળીને