________________
. [૧૩] જનના દ્વીપવાળા પ્રપાતકુંડમાં પડીને તેમાંથી નીકળી ગંધાપાતિ નામના વૃત્તવૈતાઢ્યથી એક જન દૂર રહીને પશ્ચિમ તરફ વળી જઈ, છપ્પન હજાર નદીએથી પરિવરી સતી લવણ સમુદ્રમાં જઈને મળે છે. તે પર્વત ઉપર ૧ સિદ્ધાયતન, ૨ મહાહિમવત, ૩ હૈમવત, ૪ હિતા, ૫ મહી, ૬ હરિકાંતા, ૭ હરિવર્ષ અને ૮ વિર્ય નામના આઠ ફૂટ છે. તેમાં પ્રથમ ફૂટ ઉપર સિદ્ધાયતન છે અને બાકીના સાત ફૂટ ઉપર પોતપિતાના નામના દેવી દેવેને નિવાસ છે.
ઇતિ મહાહિમવત સમાસ:
હરિવર્ષ ક્ષેત્ર મહાહિમવાન પર્વતથી ઉત્તરે તેના કરતાં બમણા (૮૪ર૧ યે. ૧ ક.) વિસ્તારવાળું હરિવર્ષ નામનું ક્ષેત્ર છે. તેમાં કાયમ યુગળિક મનુષ્ય જ હોય છે. તેની અપત્યપાલના ૬૪ દિવસની, પૃષ્ઠ કડક ૧૨૮ છે અને શરીર બે ગાઉ ઊંચું તથા આયુષ્ય બે પલ્યોપમનું છે. તે બે દિવસને અંતરે આહાર લે છે. તે ક્ષેત્રના મધ્યમાં ગંધાપાતી નામને વૃત્તવૈતા શબ્દાપાતી જેવડા જ પ્રમાણવાળો છે. તેની ઉપર અરૂણદેવને નિવાસ છે. તે ક્ષેત્રમાં હરિકાંતા ને હરિસલિલા નામની બે નદીઓ ૫૬૦૦૦ નદીઓના પરિવારવાળી છે.
ઇતિ હરિવર્ષ ક્ષેત્ર સંક્ષેપ