________________
| [ ૧૭ ] છે અને ઉત્તરદ્વારમાંથી નીકળી રૂકૂળ નદી હેરણ્યવત ક્ષેત્રના મધ્યમાં થઈને પશ્ચિમસમુદ્રને મળે છે.
હૈરણ્યવત ક્ષેત્ર રુમિ પર્વતની ઉત્તરે હૈરણ્યવત ક્ષેત્ર છે. તે હેમવત ક્ષેત્ર પ્રમાણે સમજવું. તે ક્ષેત્રના મધ્યમાં વિકટાપાતી નામને વૃત્તવૈતાઢ્ય છે અને તેની ઉપર પ્રભાસદેવનો નિવાસ છે.
શિખરી પર્વત હૈરણ્યવત ક્ષેત્રની ઉત્તરે શિખરી નામને પર્વત હૈમવત પર્વતના પ્રમાણવાળે છે. તે તપનીયમય છે અને તે પર્વત ઉપરના પિડરીક નામના દ્રહમાં લહમીદેવીનો નિવાસ છે. તે પર્વત ઉપર ૧ સિદ્ધાયતન, ૨ શિખરી, ૩ હરણ્યવત, ૪ સુરાદેવી, પ રક્તા, ૬ લક્ષમી, ૭ સુવર્ણ, ૮ રક્તદા, ૯ ગંધાપાતિ, ૧૮ ઐરાવત અને ૧૧ તિગિછિ નામના ૧૧ ફૂટ છે. તે બધા હૈમવત પર્વત ઉપરના ફૂટ જેવા છે. પ્રથમ ફૂટ ઉપર સિદ્ધાયતન છે અને બીજા કૂટ ઉપર તે તે નામના દેવદેવીને નિવાસ છે. તે પર્વત પરના દ્રહમાંથી દક્ષિણ બાજુના દ્વારથી નીકળેલી સુવર્ણકૂલા નદી પૂર્વગામિની રેહિતાંશા જેવી છે અને પૂર્વ પશ્ચિમ દ્વારથી નીકળેલી રક્તા ને રક્તવતી નદી ઉત્તર તરફ પોતપોતાના પ્રપાત, કુંડમાં પડીને એરવત ક્ષેત્રમાં જાય છે. તે ગંગા સિંધુ જેવી છે.
- ઐરાવત ક્ષેત્ર સર્વથી ઉત્તરે ભરતક્ષેત્ર જેવું ઐશ્વત ક્ષેત્ર છે. તેની મધ્યમાં વિજયાર્ધ પર્વત છે. તેની ઉપરના નગરમાં દિશાને સંખ્યાને ભરતક્ષેત્રથી વિપર્યય જાણ. તેની અભિગિક દેવની શ્રેણીમાં ઈશાનેંદ્રના કપાળના અભિગિક દેવોને નિવાસ છે.
: ' . ઈતિ પ્રથમ માહિકમાં "