________________
જબૂદ્વીપસમાસ એવું ગ્રંથનું નામ છતાં તેમાં નંદીશ્વરદ્વપ પર્વતની હકીકત સમાયેલી છે, તે આ સાથે આપેલી અનુકમણિકાથી જાણું શકાય તેમ છે. ગ્રંથકર્તાએ ચાર આલિક અથવા વિભાગ પાડ્યા છે, તે પણ અનુક્રમણિકામાં બતાવેલા છે.
આ ગ્રંથ પૂર્ણ થયા બાદ એ જ કર્તાનું કરેલું પૂજા પ્રકરણ (૧૯ શ્વેકપ્રમાણે છે તેનું અર્થ સાથે આપેલ છે. ત્યારપછી તેમના કરેલા કહેવાતાં દાનના આઠ પ્રકારો સંબંધી લોકોના અર્થ પણ તે સંબંધી વિવેચનકારે કરેલા વિવેચન સાથે આપ્યા છે.
ત્યારપછી યતિશિક્ષા પંચાશિકા કે જે માગધી ૫૦ ગાથા પ્રમાણ પૂર્વાચાર્ય કૃત છે તે અર્થ સાથે આપેલ છે અને ત્યારપછી ચારિત્રમને રસ્થમાળા કે જે માગધી ૩૦ ગાથા પ્રમાણ છે તે અર્થ સાથે આપેલ છે. આ બંને પ્રકરણે એટલા બધા ઉપયોગી છે કે તે વાંચવાથી સવિશેષપણે મુનિરાજને તેમ જ ચારિત્રછુ શ્રાવકને અત્યંત હિત કરે તેમ છે. બંને પ્રકરણે અપ્રસિદ્ધ છે અને તે નવા અભ્યાસી પણ વાંચીને સમજી શકે તેટલા માટે અર્થ સાથે આપેલા છે. આ બંને વસ્તુ નવી નવી શોધ કરનારા ભેજક ગિરધરલાલ હેમચંદે મોકલેલ છે, તેથી તેમને આભાર માનવામાં આવે છે. તે બંનેનો તેમજ પૂજા પ્રકરણદિને અર્થ સભાના અનુભવી શાસ્ત્રી જેઠાલાલ હરિભાઈ પાસે લખાવેલો છે અને તેમાં કાંઈ જેન શેલી વિરુદ્ધ ન આવે તેટલા માટે મેં યથામતિ રોધેલ છે.
જબૂદ્વીપસમાસ ગ્રંથનું ભાષાંતર મેં કર્યું છે, તેમાં મૂળ કરતાં કાંઈક અર્થમાં વિસ્તાર કર્યો છે, કારણ કે તેમ કર્યા વિના