________________
(૨૩)
જ્ઞાનનું ફળ-વિરતિ, શાન પ્રાપ્ત થયાનું મુખ્ય ફળ એજ છે કે શ્રેષ્ઠ ચારિત્રની પ્રાપ્તિ થાય, પરંતુ મટી શમૃદ્ધિ પ્રાપ્ત થાય કાંઈ જ્ઞાનનું ફળ નથી. કારણ કે રાકૃદ્ધિ પ્રાપ્ત થવાથી તો ઉલટી કમ ની વૃદ્ધિ થાય છે, અને ચારિત્ર પ્રાપ્ત થવાથી કર્મનો ક્ષય થાય છે. ૩૧૨ પંડિતાએ શ્રુતજ્ઞાનનું મુખ્ય કાર્ય–ફળ એ જ કહ્યા છે; તેથી કરીને જે તે જ્ઞાનથી ધનની પ્રાપ્તિને ઇછે છે, તેઓ અમૃતમાંથી વિપેને છે એમ જાણવું. ટ૧૨. અત્યંત દુર્લભ એવું શ્રુતજ્ઞાન, ચારિત્ર અને યમ (નિયમ ) રૂપ ધન જેઓની પાસે હોય, તે પુરૂને જ ધનાઢ્ય કહલા છે, તે સિવાયના બીજાઓ:નિફતર નિધન જ છે. ૩૧૩. અશુભ કર્મને બંધ કરનારા ભેગાવડે કરીને કયે દેવ, ઇન્દ્ર, ચક્રવર્તી કે. રાજા તૃતિને પામ્યો છે ? કોઈ પણ ભેગથી તૃપ્ત થતું જ નથી. કે. શરીરની અંદર રહેલા ચિત્તના રોપ તીમાં ખાન કરવાથી દૂર થતા નથી. પ્રાંત-અપવિત્ર મદિરાનું પાત્ર એક વખત જળથી ધોઈએ તોપણ તે પવિત્ર થતું નથી. ૩૧પ.
ખરૂં સ્નાન જે આત્મા પ્રશમ રસમાં લીન થયેલે હેય તો તે આત્મા જ મહાતીર્થ છે, અને જે તે આત્મા પ્રશમ રસમાં રહેલ ને હાથ તો ગંગાદિક તીર્થો કરવા તે નિષ્ફળ છે. ૩૧૬. શીળવ્રતરૂપી જ ળમાં સ્નાન કરવાથી જ આ જીવની શુદ્ધિ થાય છે. પૃથ્વી પરના સર્વ તીર્થોમાં સ્નાન કરવાથી જીવની શુદ્ધિ થતી નથી. ૩૧૭. જેઓ દયા ધર્મનું પાલન કરવામાં તત્પર થઇને રાગાદિકના ત્યાગરૂપી સ્નાન કરે છે, તેઓના મન, વચન અને કાયાના યે અત્યંત નિર્મળ થાય છે. પરંતુ જળના પાનથી નિર્મળ થતા નથી. ૩૩૮