________________
જે દેવના પણ દેવ છે, અને જે સર્વ અર્થની સિદ્ધિઓને આપનાશ છે, ત્યાદિક અસંખ્ય ગુણરૂપી રનના મહાસાગરરૂપ પાર્શ્વનાથ જિનેશ્વરને હું વંદના કરું છું. ૩૩-૩૩ર
પ્રશસ્તિ, શ્રીમાન સુધર્માસ્વામીની એકસમી પાટે શીતપગચ્છને અધિપતિ જ્ઞાનરૂપી અમૃતના નિધિ સમાન શ્રી વિજયસિંહ નામના સૂરીશ્વર થયા. તેમના શિષ્ય જ્ઞાન અને ક્રિયામાં તત્પર, સુંદર ચારિત્રવડે પવિત્ર અને વિપક્ષરૂપી આકાશમાં સૂર્ય સમાન શ્રીસત્યવિજય નામના થયા. તેમના શિષ્ય કપૂર જેવી ઉજવળ કીતિવાળા અને ઘણી કીર્તિ વડે આકાશને વિચિવ વર્ણવા કરનાર શ્રીરવિજય નામે થયા. તેમની પાટે સર્વ સુનિઓમાં શિરોમણિ, પવિત્ર આત્માવાળા અને પુત્રીનાર વિખ્યાત એવા શ્રી ક્ષમાવિજય નામે થયા. તેમના શિષ્ય સજનના મુગટ સમાન, પંડિતના આભૂષણરૂપ અને પૃથ્વી પર પ્રખ્યાત એવા શ્રી જિનવિજય નામે થયા. તેમના શિષ્ય પવિત્ર શરિવાળા શ્રીઉતમવિજય નામના થયા. તેઓ જેન સિધાંતરૂપી સમુદ્રનું મથન કરવામાં મંદરાચળ પર્વત સજાન હતા. તેમની પાટરૂપી ઉદયાચળ પર્વત ઉપર સૂર્ય સમાને શ્રી પદ્મવિયે નામે થયા. તેઓ ભવ્ય પ્રાણીએને બોધ પમાડી પૃથ્વી પર પ્રસિધ્ધ થયા હતા. તેમના શિષ્ય
તિવિજયે ગુરૂ મહારાજના ઉપદેશથી આ શ્રી કરવામૃત નામને ગ્રંથ અભ્યાસની શરૂઆતમાં રચે છે. વિક્રમ સંવત ૧૮૪૫ ના માઘ શુકલ અષ્ટમીને દિવસે અણહિલપુર પાટણમાં આ ગ્રંથ સમાપ્ત કર્યો છે.
॥ इति श्रीतत्त्वामृताभिधं शास्त्रं समातम् ॥