________________
'( ૨૦ )
જોઈને જે દુષ્ય બુદ્ધિવાળો પુરૂષ તેને મહાત્મા ગુરૂ તરીકે માનતો નથી, તે પુરૂષ પોતાના મનુષ્ય જન્મના ઉત્તમ ફળને સર્વથા પ્રકારે હારી જાય છે. ૨૨-૨૨૪.
જીવિત સફળ રાગાદિકથી રહિત, દઢ વ્રતવાળા, નિર્મળ ચિત્તવાળા અને શ્રેષ્ઠ બુદ્ધિવાળા ધીર પુરૂષે સર્વ સંગને ત્યાગ કરી તપસ્યા કરે છે. રર. જેઓનું ચિત સંસારથી ઉદ્વેગ પામ્યું હોય, જે એ મોક્ષના સુખની જ ઈચ્છા રાખતા હોય, અને જેઓ સર્વ સંગથી નિવૃત્ત થયા હય, તેઓનું જીવિતજ ધન્ય–પ્રશસ્ય છે. ર૨૬, જેઓ સાત ભયના સ્થાનોથી હિત હોય જેઓ (ભાવ)નિદ્રાં રહિતપણે (વિવેકપૂર્વક) શયન કરનાર હેય, અને જે ત્રિકાળ (સર્વકાળે) સંયમયેગે કરીને યુકત હેય (સંઘમયુકત હેય) તેમનું જીવિતજ સફળ છે. ૨૨૭. જીવ આ એને રોદ્ર સ્થાનને ત્યાગ કરવાથી તથા ધર્મ અને શુકલધ્યાનનો આશ્રય કરવાથી અનંત સુખને આપનાર અસય મેક્ષને પામે છે. ૨૨૮. બુદ્ધિમાન યતિ આત્માને નિયમમાં રાખી–નિશ્ચલ રાખી, વિષયોથી પરા મુખ થઈ, તથા જ્ઞાનના અભ્યાસમાં તત્પર થઈ શિધ્રપણે આત્મહિતને-મોક્ષને સાધે છે. રર- સાધુઓ જેમ જેમ સંગ (રાગ-મેહ, મમતા-પરિગ્રહ) ને ત્યાગ કરતા જાય છે, તેમ તેમ તેનાં કર્મો ક્ષીણ થતાં જાય. છે; અને જેમ જેમ કર્મની ક્ષીણતા થતી જાય છે, તેમ તેમ મોક્ષપર તેમની સમિપે આવતું જાય છે. ૨૩,
ઉપદેશામૃતઆ શરીર, ધન, સી, પુત્રાદિક કે જેને અહીં તજીને જ પરલોકમાં જવાનું છે, તેને પોતાનાં કેમ કહી શકાય ? આ પ્રમાણે વીચારીને વિદ્વાન પુરૂષ શરીરપરની મૂર્છાને પણ