________________
( ૪ ). ત્યાગ કરે છે. ૨૩૧. જેઓ સંગે (પરિગ્રહ) નો સંચય કરવામાં આસકત થયેલાં છે, તેઓને ખરેખર પિતાને આભાજ પ્રિય-વહાલે નથી; કેમકે જે આત્મા પ્રિય હોય તે આત્માને જ અપકાર કરનાર તુચ્છ વસ્તુનો સ્વીકાર તે નજ કરી શકે. ૨૩ર. કેવળ શરીરના સંગથીજ આરંભની પ્રવૃત્તિ થાય છે, અને તે શરીર જ અનિત્ય છે, આત્માનું રક્ષણ કરવા શકિતમાન નથી, તેથી વિદ્વાન માણસે તેવા શરીર પર પ્રીતિ ન રાખવી જોઈએ. ૨૩૩.સંગથી વિષ પરની લોલુપતા ઉત્પન્ન થાય છે, વિષયની લોલુપતાથી ધનાદિકનો. સચય કરવાની ઈચ્છા થાય છે, તેના સંચયથી લભ વધે છે, અને લોભ વધવાથી સંસારની વૃદ્ધિ થાય છે. ૨૩૪.
નિમમત્વ
- મમતાથી લોભ ઉત્પન્ન થાય છે, તેથી રાગ ઉત્પન્ન થાય છે, અને રાગથીષ ઉત્પન્ન થાય છે અને હેડ ઉત્પન્ન થવાથી દુખની પરંપરા પ્રાપ્ત થાય છે; તેથી નિમમતા જ ઉત્કૃષ્ટ તત્વ છે, નિર્ભ મતા જ ઉત્કૃષ્ટ સુખ છે અને નિર્મમતાને જ પંડિતાએ મોક્ષનું ઉત્કૃષ્ટ બીજ કહ્યું છે. નિરંતર આત્માને વિષે નિમમતાની નિશ્ચળ સ્થિતિ થઈ હોય તો સંસારની સ્થિતિને નાશ કરનારું પરમ ઉત્કૃષ્ટ સુખ પ્રાપ્ત થાય છે. ૨૩૫-૩૭. દ્રવ્ય સર્વ પ્રકારના અનર્થોનું મૂળ છે, દ્રવ્ય મોક્ષસુખને નાશ કરનાર છે, દ્રવ્ય કષાયને ઉત્પન્ન કરનાર છે અને દ્રવ્ય જ દુખોને પ્રાપ્ત કરાવનાર છે. ૨૩૮. હે પ્રાણુ ! તેં આ સંસારમાં ભ્રમણ કરતાં અનેક વાર દ્રવ્ય પ્રાપ્ત કરીને તેને તજેલ પણ છે, તો ફરીથી તેમાં પ્રીતિ કરવી તે ભજન કરેલા અન્નને વમન કરીને પાછું તેને ગ્રહણ કરવાની જેમ અત્યંત અગ્ય છે.ર૩૯. આ જગતમાં કયે પુરૂષ ધનને સાથે લઈને પરલોકમાં ગયો છે? કોઈજ નહીં; ત્યારે શા માટે તૃષ્ણારૂપી અગ્નિથી તાપ પામેલા પ્રાણી દાણ. કર્મને બાંધે છે? ર૪૦