________________
ઉત્પન્ન થયે પુરૂષ પણ ગુણ રહિત હોય તે તે તત્કાળ લઘુતાને પામે છે. ર૭૮. સદાચારવાળા પુરૂષને ઇંદ્ર સહિત સર્વ દેવ પૂજે છે, અને દાચારી મનુષ્ય આ લોકમાં પુત્રેવડે પણ નિંદાય છે. ૨૯. જેઓ ચારિત્ર ગ્રહણ કરીને પછી તેને ત્યાગ કરે છે, તેઓએ ચકવતી પણાનો ત્યાગ કરી દાસપણું સ્વીકાર્યું છે એમ જાણવું. ૨૮૦.
શીળ,
- નિરંતર શીળને ધારણ કરનારા પુરૂષોને આત્મા આ લોકમાં તથા પરલોકમાં મનુષ્યને વિષે અને દેવોને વિષે ગેરવતાને પામે છે. ૨૮૧તત્ત્વ સાધવામાં તૈયાર થયેલા, શીળનું રક્ષણ કરવામાં તત્પર અને મહા ઉદ્યમને ધારણ કરનાર પુરૂષે મહા ઘોર આપત્તિને તરી જાય છે. ૨૮૨. શીળવ્રતને ધારણ કરનારા મનુઑનું તકાળ મૃત્યુ થાય તે સારું છે, પરંતુ શીળ રહિત પુરૂષ કહપાંત કાળ-પ્રલય કાળ પર્યત (લાંબે કાળ) જીવે તે સારૂં નથી. ૨૮૩. શીળી ધારણ કરીને પર ઘરને વિષે ભિક્ષા માગવી સારી છે-ભિક્ષા માગ જીવવું સારું છે, પણ શીળને ભંગ કરીને સામ્રાજ્ય સહિત જીવવું સારું નથી. ૨૮૪. શીળવ્રતધારી પુરૂષ ધનહીન છતાં પણ સર્વ જગતમાં પૂજાય છે, પરંતુ શીળ રહિત ધનાઢ્ય હેય છતાં તે સ્વજનેમાં પણ પૂજવા યોગ્ય ગણાતું નથી. ૨૮૫. શીળરૂપી અશ્વમેંથી યુકત એવું દારિદ્રય પણ શ્રેષ્ઠ છે; પરંતુ શીળ વિના ચક્રવર્તીના વૈભવ પણ સારે નથી. ૨૮. સદાચારી (શીળવંત) પુરૂષ ધન્ટ ૨હિત હોય તો પણ તે મુક્તિનગરીને સ્વામી થાય છે અને સદાચાર રહિત પુરૂષ ચક્રવતી હોય પણ તે દુ:ખની પરંપરાને પામે છે. ૨૮૭. જેમાં નિર્મળ શીળને ધારણ કરે છે, તેમને રાત્રિ પણ સુખકારક થાય છે, પરંતુ શીલ રહિત પુરૂષોને દિવસ પણ સુખકારક થતા નથી. ૨૮૮.