________________
ફળરૂપે જીવને જેની જરૂર છે તે સાર રૂપે અહીં આપ્યું છે. અથવા જગત સાથે કેવી રીતે જીવન જીવવાથી જન્મમરણ ટળે એ એમાં સ્પષ્ટ સમજાવ્યું છે. * ૯-વમાન દ્વાáિશિકા–એના રચયિતા સૂરિપુરન્દર મહાવાદી શ્રી સિદ્ધસેન દિવાકર મહારાજા છે. આ બત્રીશ કાવ્યોમાં પ્રભુ શ્રી વદ્ધમાન (મહાવીર) સ્વામીના નામે તેમણે વિવિધ ઉક્તિથી શ્રી જિનેશ્વરની સ્તુતિ કરી છે. એટલું જ નહિ, પણ શ્રીજિનેશ્વરની બાહ્યા અભ્યન્તર લક્ષ્મીનું, તેઓના અપ્રતિમ ઉપકારનું, તેમના પવિત્ર સ્વરૂપનું વર્ણન કરવા સાથે પિતાની શરણાગતિની આજીજી કરી સમર્પિતપણું પ્રગટ કર્યું છે. આવાં કાવ્ય પ્રભુ સામે ઉચ્ચારવાથી સમકિત નિર્મળ થાય છે, અરિહસ્તે સાથે સંબન્ધ બન્ધાય છે, કર્મોનાં બન્ધને ઢીલાં થઈ નાશ પામે છે અને આખરે એવી ભક્તિમાંથી મુક્તિ પ્રગટે છે.
૧૦–૧૧–અગવ્યવચ્છેદિકા અને અયોગવ્યવચ્છેદિક દ્વાáિશિકા-એના કર્તા કલિકાલસર્વજ્ઞ જગદ્વિખ્યાત શ્રીહેમચન્દ્રાચાર્ય છે. શ્રીસિદ્ધસેન દિવાકર સૂરિજીની દ્વાáિશિકાના અનુસરણ તરીકે તેઓએ આ કૃતિઓ રચી છે. તેમાં પહેલીમાં પ્રભુ શ્રી વર્ધમાનદેવની સ્તુતિના ઉપલક્ષણથી વીતરાગદેવની વીતરાગતાનું અને અન્ય મતાવલમ્બી દેવાની અયથાર્થતાનું સ્પષ્ટ વર્ણન કર્યું છે, એટલું જ નહિ, અસત્યના બળે સત્યને અપલાપ કરનારા અન્ય વાદીઓ ઉપરની કરુણાથી નીતરતા હૈયે