________________
કરવા માટેનું સરળ માર્ગદર્શન છે. જેને વાંચતાં સહજ સમજાઈ જાય છે કે પાયા વિના મહેલ ચણાય નહિ તેમ આ ગુણના પ્રગટીકરણ વિના શ્રીજિનેશ્વરએ કહેલો આત્મધર્મ કે આત્મસુખ જીવને કદી પણ પ્રાપ્ત થાય નહિ. આજના જગતમાં અદશ્ય થતી ધર્મના વ્યાપાર માટેની મૂળ મુડીને એમાં ઓળખાવી છે. કહા વિના ચાલે તેમ નથી કે એ ગુણોને પ્રગટાવ્યા વિના જીને કદી પણ સુખ પ્રાપ્ત ન જ થાય. તાત્પર્ય કે સાચા સુખના અથીને આ ગ્રન્થ પ્રાથમિક બાળપેથીની જે ઘણે જ ઉપકારક છે.
પ–પાપગ્રતિઘાત ગુણ બીજાધાનસૂત્ર શ્રી ચિરંતનાચાર્ય કૃત પાંચસૂત્રો (પચ્ચસૂત્ર) પિકીનું આ પહેલું સૂત્ર છે. એમાં જીવના વિકાસ માટે પ્રથમ કર્તવ્યરૂપે ચાર શરણાં, દુષ્કૃત ગહ અને સુકૃતનું આસેવન, એમ ત્રણ વાત કહી છે, પણ રચનામાં એ વિશેષતા છે કે એને પાઠ કરવા માત્રથી પણ જીવમાં પ્રશમ ભાવ પ્રગટવા માંડે છે. ખુદ ગ્રન્થકાર પણ સૂચન કરે છે કે હૃદયમાં સંકલેશ હોય ત્યારે વારંવાર અને ન હોય તે પણ પ્રતિદિન ત્રણ સંધ્યાએ એને અવશ્ય ભણવું. કહી શકાય કે જગતના આધિ, વ્યાધિ અને ઉપાધિના વિવિધ તાપથી સંતપ્ત જીવને જગદૈદ્ય પ્રભુ શ્રીમહાવીરદેવે આપેલા અમોઘ ઔષધની આ પુટિકા છે. એના સ્વાધ્યાયથી જગતના જીવ માત્ર પ્રત્યે વૈરને નાશ થાય છે, મિત્રી પ્રગટે છે, ઉપરાન્ત શ્રીપરમેષિપદે પ્રત્યે એવો આત્મસંબન્ધ બન્ધાય છે કે સંસારનાં બન્ધને અવશ્ય તૂટે. એના મહિને